Buy iPhone: ખુશખબરી, એપલ iPhone 13, iPhone 12 અને iPhone 11ની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, આ છે નવી કિંમત
Buy iPhone: એપલ આઇફોન ખરીદવા ઇચ્છુક ગ્રાહકો માટે એક ખાસ ખુશખબર છે, એપલ આઇફોન 14 (iPhone 14) લૉન્ચિંગની થોડાક દિવસો બાકી છે,
ફાઇલ તસવીર
1/6
Buy iPhone: એપલ આઇફોન ખરીદવા ઇચ્છુક ગ્રાહકો માટે એક ખાસ ખુશખબર છે, એપલ આઇફોન 14 (iPhone 14) લૉન્ચિંગની થોડાક દિવસો બાકી છે, આઇફોનની નવી સીરીઝને 7 સપ્ટેમ્બરે લૉન્ચ થવાના સમાચાર છે, નવા આઇફોન આવે તે પહેલા જુના મૉડલોની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે. ખરેખરમાં, ફ્લિપકાર્ટે જુના આઇફોનને ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવાનુ એલાન કરી દીધુ છે, તેમાં આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન 11 સામેલ છે.
2/6
ફ્લિપકાર્ટ પર iPhone 13ને 65,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, અને આની અસલ કિંમત 79,999 રૂપિયા છે, એટલે કે આ 14,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે,
3/6
આ ઓફર ફોનના તમામ કલર ઓપ્શન 128GB સ્ટૉરેજ મૉડલ માટે છે. ખાસ વાત છે કે, ગ્રાહક આના પર એક્સચેન્જ અને બેન્ક ઓફર અલગથી મેળવી શકે છે. ફ્લિપકાર્ટ આ ફોન પર 19,000 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે.
4/6
આ ઉપરાંત આના પર SBI માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા 10% ની છૂટ અને HDFC ક્રેડિટ કાર્ડ પર 1,000 રૂપિયાની છૂટ મેળવી શકાય છે.
5/6
બીજીબાજુ આઇફોન 12ની કિંમતના ઘટાડાની વાત કરીએ તો આના 64જીબી મૉડલને 59,999 રૂપિયા અને 128જીબી સ્ટૉરેજ વાળા મૉડલને 64,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આના ઉપરાંત ફોન પર એક્સચેન્જ ઓફર અંતર્ગત 17,000 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહ્યું છે, સાથે જ SBI કાર્ડ પર 10%ની છૂટ મેળવી શકાય છે.
6/6
છેલ્લે જો આઇફોન 11ની વાત કરવામાં આવે તો આના 128જીબી મૉડલને ગ્રાહકો 46,999 રૂપિયામાં ખરીદી શકે છે. વળી, આના 64જીબી મૉડલને 39,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત આના પર 16,000 રૂપિયાની છૂટ પણ આપવામાં આવી રહી છે.
Published at : 31 Aug 2022 02:14 PM (IST)