iPhone યુઝર્સ સાવધાન ચાર્જિંગ કરતી વખતે આ 4 ભૂલો ભારે પડી શકે છે
નવા આઇફોનમાં સ્માર્ટ ચાર્જિંગ ફીચર બેટરીને ઓવરચાર્જ થતી અટકાવે છે છતાં રોજ આખીરાત ફોન ચાર્જિંગ પર રાખવો યોગ્ય નથી.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
તમને જણાવી દઈએ કે નવા આઈફોનમાં સ્માર્ટ ચાર્જિંગ ફીચર હોય છે જે બેટરીને ઓવરચાર્જ થવાથી બચાવે છે પરંતુ તેમ છતાં રોજ આખીરાત ફોનને ચાર્જિંગ પર છોડવાની આદત યોગ્ય માનવામાં આવતી નથી લાંબા સમય સુધી સતત ચાર્જિંગ અને ગરમી બેટરી પર અસર કરી શકે છે. સારું રહેશે કે જરૂરિયાત મુજબ ફોન ચાર્જ કરો અને જો શક્ય હોય તો 20 થી 80 ટકાની વચ્ચે બેટરીનું ચાર્જિંગ જાળવી રાખો.
2/5
આ ઉપરાંત ઘણા લોકો ફોન ચાર્જ પર રાખીને ગેમ રમે છે, 4K વીડિયો એડિટ કરે છે અથવા લાંબા સમય સુધી હેવી એપ્સનો ઉપયોગ કરે છે આમ કરવાથી બેટરી પર વધારાનો ભાર પડે છે અને ધીમે ધીમે બેટરીની શક્તિ ઓછી થઈ જાય છે. વધુ હીટ બેટરીની લાઇફ ઓછી કરી શકે છે અને લાંબા ગાળે તેની ક્ષમતા પર અસર કરી શકે છે.
3/5
આ ઉપરાંત સસ્તા અને સર્ટિફાઈડ વગરના ચાર્જર અથવા કેબલનો ઉપયોગ કરવાથી તમારો iPhone ખરાબ થઈ શકે છે આવી એક્સેસરીઝ યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપતી નથી. જેનાથી બેટરી અને ચાર્જિંગ પોર્ટ બંને પર અસર પડી શકે છે આથી જ નિષ્ણાતો પણ સલાહ આપે છે કે હંમેશા Apple અથવા MFi મેડ ફોર આઈફોન પ્રમાણિત ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરવો જોઈએ.
4/5
ચાર્જિંગ કરતી વખતે આઇફોનને ઓશીકા ગાદલા કે ધાબળા નીચે રાખવો જોખમી હોઈ શકે છે. તેનાથી ફોનની હીટ બહાર નીકળી શકતી નથી અને ડિવાઇસ જરૂરિયાત કરતાં વધુ ગરમ થઈ શકે છે. હંમેશા ફોનને કોઈ સપાટ અને ખુલ્લી જગ્યા પર રાખીને ચાર્જ કરો.
5/5
હવે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારા આઇફોનની બેટરીને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. આ માટે ડિવાઇસને ખૂબ ગરમ કે ઠંડી જગ્યાએ ચાર્જ ન કરો સાથે જ બેટરી હેલ્થને સમયાંતરે સેટિંગ્સમાં જઈને તપાસતા રહો લેટેસ્ટ iOS અપડેટ ઇન્સ્ટોલ રાખો કારણ કે આમાં બેટરી ઓપ્ટિમાઇઝેશન સંબંધિત અપડેટ્સ પણ મળે છે.
Continues below advertisement
Published at : 15 Jul 2026 07:46 PM (IST)