Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
WhatsAppનું Code Verify ફિચર શું છે, ને કઇ રીતે કરી શકાશે આને યૂઝ, જાણો આખી પ્રૉસેસ..........
નવી દિલ્હીઃ વૉટ્સએપે નવા સિક્યૂરિટી ફિચરની જાહેરાત કરી છે, આ ફિચર WhatsApp Web માટે રિલીઝ કરવામા આવ્યુ છે, કંપનીએ આને Code Verify નામ આપ્યુ છે. આ એક વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન છે, જે રિયલ ટાઇમ, થર્ડ પાર્ટી વેરિફિકેશનની સુવિધા આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂઝર્સ આનાથી ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનારા કૉડને ટેમ્પર નથી કરવામાં આવ્યુ. WhatsAppએ આને આસાના ભાષામાં સમજાવતા કહ્યું કે, WhatsApp Web ની સિક્યૂરિટી એકાઉન્ટ માટે Code Verify એક ટ્રાફિક લાઇટની જેમ કામ કરે છે.
WhatsApp એ Code Verify ના Cloudflareની સાથે પાર્ટનરશીપ કરીને લૉન્ચ કર્યુ છે. કંપની અનુસાર, Code Verify ને ઓપન સોર્સ્ડ પણ રાખવામાં આવ્યો છે જેથી બીજી મેસેજિંગ સર્વિસ પણ લોકો વેબ પર મળનારા કૉડને વેરિફાય કરી શકે.
WhatsApp પર કઇ રીતે કામ કરે છે Code Verify? WhatsApp Code Verify Google Chrome, FireFox અને Microsoft Edge વેબ બ્રાઉઝર પર કામ કરે છે. તમને સૌથી પહેલા Code Verify એક્સ્ટેન્શનને ઇન્સ્ટૉલ કરવુ પડશે. આ ઇન્સ્ટૉલ થતાં જ Firefox કે Edge બ્રાઉઝર પર ઓટોમેટિકલી પિન થઇ જાય છે.
Google Chrome યૂઝર્સ આને પિન કરવાનુ હોય છે. જ્યારે કોઇ યૂઝર WhatsApp Webને યૂઝ કરો છો તો Code Verify એક્સ્ટેન્શન ઓટોમેટિકલી WhatsApp Web થી રિસીવ થનારા કૉડથી કમ્પ્રેસર કરી લે છે. આ હેશ (જે કૉડ માટે ફિંગરપ્રિન્ટની જેમ છે) ક્રિએટ કરે છે, પછી WhatsApp Web થી Cloudflareની સાથે શેર થનારા કૉડના હેશ કે ફિંગરપ્રિન્ટથી તેને મેચ કરે છે.
જો કૉડ મેચ થઇને વેલિડેટ થઇ જાય છે ત્યારે યૂઝરને બ્રાઉઝર પર રહેલા Code Verify ગ્રીન થઇ જાય છે, જો આનો કલર ઓરેન્જ થઇ જાય તો આનો અર્થ WhatsApp Web વેરિફાય નથી કરી શકતુ અને આ પેજને રિફ્રેશ કરવાની જરૂર છે.
WhatsApp Web લૉડ થતાં જ સમયે જો કૉડ વેરિફાય આઇકૉડ રેડ થઇ જાય છે, તો એવુ માનવામાં આવે છે કે મળનારા WhatsApp કૉડની સાથે સિક્યૂરિટી ઇશ્યૂ છે. આના પર યૂઝર એક્શન લઇને વૉટ્સએપના મોબાઇલ વર્ઝન પર સ્વિચ કરી શકે છે કે સોર્સ કૉડને ડાઉનલૉડ કરીને કોઇ થર્ડ પાર્ટી એનાલાઇઝ કરવા માટે આપી શકે છે.