Jio-Airtel-VIના આ છે લાંબી વેલિડિટી વાળા રિચાર્જ પ્લાન, મેળવો Incoming અને Outgoing ફ્રી.......

નવી દિલ્હીઃ આજકાલ ટેલિકૉમ કંપનીઓ નાનામાં નાના અને મોટામાં મોટા રિચાર્જ પ્લાન લઇને આવી રહી છે. તમને એવા કેટલાય પ્લાન્સ મળી રહેશે, જેની વેલિડિટી ખુબ લાંબી હોય. જોકે આવા પ્લાનની કિંમત થોડી વધારે હોય છે. આજે અમે તમને એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી લાંબા સમય સુધી તમારા ફોનમાં ઇનકમિંગની સુવિધા મળશે. આ ઉપરાંત બીજા ફાયદાઓ પણ છે. જાણો જિઓ, વૉડાફોન-આઇડિયા અને એરટેલના આવા પ્લાન્સ વિશે......
Download ABP Live App and Watch All Latest Videos
View In App
JIO- જો તમે જિઓ કસ્ટમર છો અને એક લાંબી વેલિડિટી રિચાર્જ પ્લાન ખરીદવા ઇચ્છો છો, તો 1299 રૂપિયાનુ રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાનમાં તમારે 336 દિવસની વેલિડિટી મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. તમારે આ પ્લાનમાં 24GB ડેટા આપવામાં આવી રહ્યો છે, જેને તમે 336 દિવસ સુધી વાપરી શકો છો.

Airtel- એરટેલ યૂઝર 379 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસની વેલિડિટીના ફાયદા લઇ શકે છે. આ પ્લાનમાં તમારે તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા અને 6GB ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં તમને Amazon Prime Videoના એક મહિનાનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
Vodafone Idea- VIના યૂઝર્સને કંપની 379 રૂપિયાના રિચાર્જમાં લૉન્ગ વેલિડિટીના ફાયદાઓ આપી રહી છે. આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી, તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા અને 6GB ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં તમને દર મહિને 1000 SMS પણ આપવામાં આવે છે.