દિવાળી 2025 પર સ્માર્ટફોન ખરીદવા માટે બેસ્ટ છે આ ઓપ્શન? જુઓ ટૉપ-5 શાનદાર ફોનનું લિસ્ટ
જો તમે આ દિવાળી પર તમારા જૂના ફોનને બદલવાનું વિચારી રહ્યા છો તો હવે નવો અને દમદાર સ્માર્ટફોન મેળવવાનો યોગ્ય સમય છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
જો તમે આ દિવાળી પર તમારા જૂના ફોનને બદલવાનું વિચારી રહ્યા છો તો હવે નવો અને દમદાર સ્માર્ટફોન મેળવવાનો યોગ્ય સમય છે. 2025માં લોન્ચ થયેલા ઘણા હાઈ પરફોર્મ સ્માર્ટફોન એવા ફીચર્સ પ્રદાન કરે છે જે ફક્ત ફોટોગ્રાફીના શોખીનો માટે જ નહીં પરંતુ ગેમિંગ અને મલ્ટીટાસ્કીંગ માટે પણ ઉત્તમ છે. શક્તિશાળી પ્રોસેસર, લાંબા સમય સુધી ચાલતી બેટરી અને પ્રભાવશાળી કેમેરા સેટઅપ જેવા ફીચર્સ તમને પ્રીમિયમ અનુભવ આપશે.
2/6
Apple iPhone 17 Pro Max આ વખતે વધુ શક્તિશાળી છે. તેમાં 6.9-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, A19 ચિપસેટ અને 48MP ટ્રિપલ કેમેરા છે. તેનું પ્રદર્શન વીડિયો અને ફોટોગ્રાફી બંનેમાં ઉત્તમ છે. આ ફોન 2TB સુધી સ્ટોરેજ અને 18MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તેની શરૂઆતની કિંમત ₹149,900 છે.
3/6
Samsung Galaxy S25 Ultra તેના વિશાળ 6.9-ઇંચ ક્વાડ HD+ ડિસ્પ્લે અને 200MP મુખ્ય કેમેરા સાથે ફોટોગ્રાફી બીસ્ટ સાબિત થાય છે. તેમાં ચાર રીઅર કેમેરા છે જે દરેક શોટને ક્રિસ્ટલ ક્લિયર બનાવે છે. આ ફોનમાં 12GB RAM, 5000mAh બેટરી અને લેટેસ્ટ Snapdragon 8 Elite પ્રોસેસર છે, જે તેને ઝડપી અને સરળ બનાવે છે. તેની કિંમત લગભગ ₹1,04,719 છે.
4/6
Google Pixel 10 Pro તેના AI કેમેરા ફીચર્સ અને સોફ્ટવેર અનુભવ માટે જાણીતું છે. તેમાં 6.3-ઇંચ ક્વાડ HD+ ડિસ્પ્લે, Tensor G5 પ્રોસેસર, 16GB RAM અને 256GB સ્ટોરેજ છે. 48MP ટ્રિપલ રીઅર કેમેરા અને 42MP ફ્રન્ટ કેમેરા સાથે, તે ઉચ્ચ કક્ષાનો ફોટોગ્રાફી અનુભવ આપે છે. તેની કિંમત લગભગ 1,09,999 છે.
5/6
Onlus 13 એ યુઝર્સ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે શક્તિશાળી પ્રદર્શન અને ઝડપી ચાર્જિંગ ઇચ્છે છે. તેમાં Snapdragon 8 Elite પ્રોસેસર, 16GB RAM અને 512GB સ્ટોરેજ છે. ફોનમાં 50MP ટ્રિપલ રીઅર કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા છે. તેની 6000mAh બેટરી 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 70,999 રૂપિયા છે.
Continues below advertisement
6/6
જો તમને ફ્યૂચરરિસ્ટિક ડિઝાઇન ગમે છે, તો Samsung Galaxy Z Fold 7 એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો 8-ઇંચનો ફોલ્ડેબલ ડિસ્પ્લે મલ્ટીટાસ્કીંગ અને મૂવી જોવા માટે યોગ્ય છે. 200MP પ્રાઇમરી કેમેરા અને 12MP ટેલિફોટો લેન્સ સાથે, તે ફોટોગ્રાફીમાં પણ શ્રેષ્ઠ છે. સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર અને 4400mAh બેટરી સાથે, તે પ્રીમિયમ ફોલ્ડેબલ અનુભવ પ્રદાન કરે છે. તેની કિંમત 1,86,999 છે.
Published at : 13 Oct 2025 02:14 PM (IST)