આજે મોટોરોલા લોન્ચ કરશે Moto G84 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ?
Moto G84 5G launch: મોટોરોલા આજે ભારતમાં બજેટ સ્માર્ટફોન લોન્ચ કરશે. તમે ફ્લિપકાર્ટ દ્વારા મોબાઈલ ફોન ખરીદી શકશો. લોન્ચ પહેલા સ્માર્ટફોનની કિંમત અને સ્પેક્સ વિશે જાણકારી સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટોરોલા સિંગલ સ્ટોરેજ વેરિયન્ટમાં Moto G84 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ટિપસ્ટર અભિષેક યાદવ અનુસાર, કંપની ફોનને 12/256GB વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. તેની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે.
ફોનમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે જેમાં 50MP OIS કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા હશે. કંપની ફ્રન્ટમાં 16MP કેમેરા આપશે. Moto G84 5G માં તમને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી મળશે.
સ્માર્ટફોનમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચની FHD+ પોલ્ડ ડિસ્પ્લે, Qualcomm Snapdragon 695 પ્રોસેસર અને Android 13 માટે સપોર્ટ હશે. ફોનની સુરક્ષા માટે તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે.
તમે Moto G84 5G ત્રણ કલરમાં ખરીદી શકશો, જેમાંથી પ્રથમ મેજન્ટા, બીજો બ્લૂ અને ત્રીજો મિડનાઇટ બ્લૂ છે. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ ઉપલબ્ધ હશે.
Motorola પછી Infinix ZERO 30 5G માટે પ્રી-ઓર્ડર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યા છે. સ્માર્ટફોનમાં તમને સ્ક્રીન માટે 6.7-ઇંચ કવર્ડ AMOLED ડિસ્પ્લે, 50MP ફ્રન્ટ કેમેરા અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળશે. તમે ગ્રીન અને ગોલ્ડન અવર કલરમાં મોબાઈલ ફોન ખરીદી શકશો. તમને સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં પ્રાઇમરી કેમેરા 108MP હશે.