OnePlus Open ને ટક્કર આપે છે આ પાંચ સ્માર્ટફોન, આ ફોનની કિંમત છે સૌથી ઓછી

OnePlus Open: OnePlus એ ભારતમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લૉન્ચ કર્યો છે. મોબાઈલ ફોનની કિંમત 1,39,999 રૂપિયા છે. તમે અમેઝોન અને વનપ્લસની ઓફિશિયલ વેબસાઈટ પરથી સ્માર્ટફોન ખરીદી શકશો.

ફોટોઃ ટ્વિટર

1/6
OnePlus Open: OnePlus એ ભારતમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લૉન્ચ કર્યો છે. મોબાઈલ ફોનની કિંમત 1,39,999 રૂપિયા છે. તમે અમેઝોન અને વનપ્લસની ઓફિશિયલ વેબસાઈટ પરથી સ્માર્ટફોન ખરીદી શકશો.
2/6
Oppo Find N3 Flip: આ સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 94,999 રૂપિયા છે. આમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ અને મીડિયાટેક ડાયમેન્સિટી 9200 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનમાં 44 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4300 mAh બેટરી છે.
3/6
ગૂગલે થોડા સમય પહેલા Pixel 8 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 1,06,999 રૂપિયા છે. Pixel 8 Pro માં તમને Tensor G3 ચિપસેટ, 6.7 ઇંચ સુપર actua ડિસ્પ્લે અને ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે.
4/6
iPhone 15 Pro Max પણ OnePlus ઓપનને ટક્કર આપશે. આ સ્માર્ટફોન OnePlus કરતા સસ્તો છે અને તમને તેમાં 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ મળે છે.
5/6
Samsung Galaxy S23 Ultra એક એવો પ્રીમિયમ ફોન છે જેમાં તમને ઘણુ બધુ મળે છે. પછી તે બેટરી હોય, પરફોર્મન્સ હોય કે કેમેરા. આ ફોનની કિંમત 1,04,999 રૂપિયા છે.
6/6
Samsung Galaxy Z Fold5 કંપનીનો 5th જનરેશનનો ફોન છે. આ એકમાત્ર ફોલ્ડેબલ ફોન છે જે ipx8 રેટિંગ ધરાવે છે. મોબાઇલ ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે જે ગેમિંગમાં સારું પ્રદર્શન આપે છે. આ ફોન સાથે તમને 1TB ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પ પણ મળે છે.
Sponsored Links by Taboola