General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને આંચકો લાગી શકે છે.
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.