આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
Realme 14 Pro, Realme 14 Pro+ 5G Launch Date Confirmed: Realme 14 Pro, Realme 14 Pro+ 5G ની લૉન્ચ તારીખ ભારતમાં કન્ફર્મ થઈ ગઈ છે. કંપનીએ આ સીરીઝના લોન્ચ ડેટાનો ખુલાસો કર્યો છે. આ સીરીઝના બંને ફોનનો લુક અને ડિઝાઈન લગભગ સમાન છે. જોકે, ફોનના ફીચર્સમાં તફાવત જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ સીરિઝ માટે માઇક્રોસાઇટ પણ લાઇવ પણ કરી દીધું છે. આ સાથે ફોનના કેટલાક ફીચર્સ પણ સામે આવ્યા છે. કંપનીએ તેના કલર વેરિઅન્ટની વિગતોની પણ પુષ્ટી કરી છે.
કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સીરીઝની લોન્ચ તારીખની પુષ્ટી કરી છે. પોસ્ટ અનુસાર, આ સીરીઝ ભારતીય બજારમાં આવતા અઠવાડિયે 16 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે.
Realme ની આ મિડ-બજેટ સ્માર્ટફોન સિરીઝ એક અનોખી પર્લ ડિઝાઇન સાથે આવશે.
આ બંને ફોન IP69, IP68 અને IP66 વોટર અને ડસ્ટપ્રૂફ રેટિંગ સાથે આવશે.
કંપની દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અનુસાર, આ સીરીઝ કર્વ્ડ 3D કર્વ્ડ ડિસ્પ્લેને સપોર્ટ કરશે. તેનું પ્રો પ્લસ મોડલ Suede Grey, Jaipur Pink અને Bikaner Purple વિકલ્પો સાથે આવશે.