Realme 8 Pro Series : રિયલમીના આ ફોનમાં 108MP કેમેરા અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે હશે આવા સ્પેશ્યલ ફિચર્સ, જાણો વિગતે
Realme 8 Pro Launch: ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી પોતાની 8 સીરીઝને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની છેલ્લા કેટલાક સમયથી Realme 8 અને Realme 8 Proના સ્પેશિફિકેશન્સની જાણકારી શેર કરી રહી છે. કંપનીએ હવે પુષ્ટી કરી દીધી છે કે તે Realme 8 સીરીઝના બે સ્માર્ટફોન્સ આગામી 24 માર્ચે ભારતમાં લૉન્ચ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRealmeએ એક ટીઝર વીડિયો રિલીઝ કરીને અપકમિંગ રિયલમી 8 સીરીઝની લૉન્ચ ડેટ કરી છે. રિયલમી 8 પ્રૉમાં 108MP ક્વાડ કેમેરા સેટઅપ હોવાની પુષ્ટી પહેલીથી જ થઇ ચૂકી છે. રિયલમી 8 સીરીઝના ફોન્સમાં ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. ફોનમાં એમૉલેડ પેનલ આપવામાં આવશે. હેન્ડસેટમાં મીડિયાટેક હીલિયો G95 પ્રૉસેસર હોઇ શકે છે.
Realme 8 series સ્પેશિફિકેશન્સ..... રિયલમી 8 પ્રૉમાં 108 મેગાપિક્સલ ક્વાડ રિયર કેમેરા સેટઅપ હોવાની પુષ્ટી છે. ફોન્સમાં ઇન- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. ફોનમાં એમૉલેડ પેનલ આપવામાં આવશે. રિયલમી ફ્રાન્સીસે પહેલા જ સંકેત આપ્યા હતા કે 8 સીરીઝમાં 5G નેટવર્ક સપોર્ટ આપવામાં આવી શકે છે.
તાજેતરમાંજ એક રિટેલ બૉક્સની તસવીરથી સંકેત મળ્યા હતા કે રિયલમી 8માં મીડિયાટેક હીલિયો G95 પ્રૉસેસર આપવામાં આવી શકે છે.
વળી, રિયલમી 8 પ્રૉને 4G અને 5G વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. 4G વેરિએન્ટને સ્નેપડ્રેગન 720G જ્યારે 5G વેરિએન્ટને મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રૉસેસર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
રિયલમી 8 પ્રૉમાં 4500mAh બેટરી હશે, જે 65વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોનમાં 8જીબી રેમ તથા 128જીબી ઇનબિલ્ટ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. રિયલમીના આ ફોનનમાં સ્ક્રીન રિફ્રેશ રેટ 90 કે 120 હર્ટ્ઝ હોઇ શકે છે.