Realme GT Neo 3 Thor: જાણો માત્ર 17 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જનારા ફોન વિશે....

ફાઇલ તસવીર

1/8
Thor- Love and Thunder Limited Edition: Realme એ ભારતમાં પોતાનો Realme GT Neo 3 (150W) Thorની લિમીટેડ એડિશન વેરિએન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ચીની કંપનીએ થૉરઃ લવ એન્ડ થન્ડરને લૉન્ચ કરવા માટે માર્વલ સ્ટુડિઓઝની સાથે કૉલોબરેશન કર્યુ છે.
2/8
આ લિમીટેડ એડિશન સ્માર્ટફોનની કિંમત 12GB + 256GB સ્ટૉરેજ મૉડલ માટે 42,999 રાખવામાં આવી છે. કંપની અનુસાર, આ ફોન Realme ની વેબસાઇટ ફ્લિપકાર્ટ અને મેનલાઇન સ્ટૉર પર 13 જુલાઇએ સેલ માટે ઉપલબ્ધ થશે. સાથે જ આ ફોન માત્ર નાઇટ્રૉ બ્લૂ કલરમાં જ ખરીદી શકાશે.
3/8
આ ઉપરાંત પ્રીપેડ ઓર્ડર પર 3000 સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે, લિમીટેડ એડિશન મૉડલની કિંમત એપ્રિલમાં જ લૉન્ચ થઇ ચૂકેલા Realme GT Neo 3 (150W) વેરિએન્ટના બરાબર જ નક્કી કરવામાં આવી છે.
4/8
આ ફોન એક પ્રીમિયમ ગિફ્ટ બૉક્સમાં આવે છે, જેમાં કસ્ટમાઇઝ્ડ થૉરઃ લવ એન્ડ થન્ડર થીમ વાળા કાર્ડ, વૉલેપેપર, સ્ટીકર, મેડલ અને એક સિમ કાર્ડ ટ્રે પિન પણ મળે છે.
5/8
સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો Realme GT Neo 3 (150W) Thor: Love અને Thunder Limited Edition, Realme GT Neo 3 (150W) ના સમાન છે. આનો મતબલ છે કે આ ફોન Android 12ની સાથે Realme UI 3.0 પર કામ કરે છે. ફોનમાં 6.7 ઇંચની ફૂલ એચડી +(1,080x2,412) ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ, 1,000Hz ટચ સેમ્પલિંગ રેટ અને HDR10+ અને DC ડિમિંગ સપોર્ટની સાથે આવેછે.
6/8
ફોનમાં એક ઓક્ટાકૉર મીડિયાટેક ડાયમેન્શન 8100 SoC અને 12GB LPDDR5 રેમની સાથે મળે છે. ફોનમાં પિક્ચર સ્મૂથનેસ માટે એક ડિડિકેટેડ ડિસ્પ્લે પ્રૉસેસર પણ આપવામાં આવ્યુ છે.
7/8
તસવીરો અને વીડિયો માટે આ ફોનમાં ત્રિપલ રિયલ કેમેરા સેટઅપ છે, જેમાં f/1.88 લેન્સની સાથે 50-મેગાપિક્સલ Sony IMX766 પ્રાઇમરી સેન્સર છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને ઇલેક્ટ્રૉનિક ઇમેજ સ્ટેબેલાઇઝર (EIS) નો પણ સપોરટ્ મળે છે.
8/8
કેમેરા સેટઅપમાં 8- મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ શૂટર અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટર પણ છે.
Sponsored Links by Taboola