Mobile Tariff Hike: જુલાઇથી વધી શકે છે મોબાઇલનો ખર્ચ, ટેલિકૉમ કંપનીઓ ફરીથી વધારશે રેટ
Mobile Tariff Hike: દિગ્ગજ મોબાઇલ કંપનીયો- એરટેલ (Airtel), રિલાયન્સ જિઓ (Reliance Jio) અને વૉડાફોન આઇડિયા (Vodafone Idea)ના રેટિફ વધી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાઇવેટ સેક્ટરની ટેલિકૉમ કંપનીઓ તરફથી ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાના ટેરિફ રેટ (Mobile Tariff)માં વધારો કરવામાં આવી શકે છે.
જો કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવશે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે.
જિઓના આવ્યા બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી શુલ્ક દરોમાં વધારો (Mobile Tariff Hike) શરૂ કરી દીધો હતો.
છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા (Mobile Tariff Hike) બાદ પ્લાન એકદમથી મોંઘા થઇ ગયા.
ટૉપ ત્રણ કંપનીઓ (Jio, Airtel और Vi)ની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 20-25 ટકાનો જોરદાર વધારો થવાની આશા છે.