સેમસંગે લૉન્ચ કર્યા બે દમદાર કેમેરા સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ......
નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગે પોતાની નવી સ્માર્ટફોન સીરીઝ Samsung Galaxy A લૉન્ચ કરી દીધી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ Samsung Galaxy A52 અને Samsung Galaxy A72ને માર્કેટમાં ઉતાર્યો છે. કંપનીએ Samsung Galaxy A52ને 4G અને 5G બન્ને નેટવર્કની સાથે લૉન્ચ કર્યા છે. જોકે હજુ યૂરોપિયન માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જલ્દી જ ભારતમાં પણ તેને લૉન્ચ થવાની આશા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ છે કિંમત.... Samsung Galaxy A52 5Gની કિંમત 429 યૂરો એટલે લગભગ 37,100 રૂપિયા રાખવામાં આવી છે. વળી Samsung Galaxy A52 4G વેરિએન્ટની પ્રાઇસ યૂરોપિયન દેશોમાં 349 યૂરો એટલે 31,180 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત Samsung Galaxy A72ને 449 યૂરો એટલે લગભગ 38,830 રૂપિયામાં ખરીદી શકાય છે.
Samsung Galaxy A52ના સ્પેશિફિકેશન્સ..... Samsung Galaxy A52માં 6.5 ઇંચ એચડી+ આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080 x 2400 પિક્સલ છે. ફોન ઓક્ટાકૉર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 750G 5G પ્રૉસેસર વાળો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સેમસંગના આ ફોનમાં 6 GB રેમ આપવામાં આવી છે. સાથે જ આમાં 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનનુ ડાયમેન્શન 159.9 x 75.1 x 8.4 mm અને વજન 187 g ગ્રામ છે. આ ફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે.
Samsung Galaxy A52નો કેમેરો...... Samsung Galaxy A52માં ક્વૉ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 5 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Samsung Galaxy A52માં કનેક્ટિવિટી માટે 4જી એલઇટી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ/એ-જીપીએસ, એનએફસી, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5mm હેડફોન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Samsung Galaxy A52 5G Blue ઉપરાંત આમા બીજા કેટલાય કલર ઓપ્શન્સ અવેલેબલ છે.
Samsung Galaxy A72ની સ્પેશિફિકેશન્સ.... Samsung Galaxy A72માં 6.7 ઇંચની full-HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની ડિસ્પ્લે રિફ્રેશ રેટ 90 હાર્ટ્ઝ છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પાવાર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામા આવી શકે છે.
ફોટોગ્રાફી માટે Samsung Galaxy A72માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને સાથે એક 12 મેગાપિક્સલનો સુપરવાઇડ લેન્સ, એક 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 5 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.