એપલને ટક્કર આપવા આવ્યો દુનિયાનો પહેલો મેગ્નેટિક ચાર્જિંગ વાળો એન્ડ્રોઇડ ફોન, તસવીરોમાં જુઓ ડિઝાઇન.......
Nubia Z40 Pro Smartphone Price and Specifications: ચીનની સ્માર્ટફોન મેક નુબિયા ટેકનોલૉજી (Nubia Technology)એ પોતાનો નવો સ્માર્ટફોન Nubia Z40 Pro માર્કેટમાં ઉતારી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં આ ફોનને માત્ર ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. બહુ જલદી આને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે.
Nubia Z40 Proની શું છે કિંમત - Nubia Z40 Pro સ્માર્ટફોન એકદમ ખાસ છે, કંપનીએ આની શરૂઆતી કિંમત 3399 યુઆન એટલે કે લગભગ 40,500 રૂપિયા રાખી છે.
આ ફોનનુ બીજુ વેરિએન્ટ 16જીબી રેમ અને 1ટીબી સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ છે. આ ફોનની કિંમત 4299 યુઆન એટલે કે લગભગ 51,300 રૂપિયા રાખવામાં આવી છે.
Nubia Z40 Proની ખાસિયતો - Nubia Z40 Pro સ્માર્ટફોનમાં 12જીબી સુધીની રેમ અને 512જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ફોનમાં સ્નેપડ્રેગન 8 ઝેન 1 ચિપસેટ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 12 પર બેઝ્ડ MyOS 12 પર કામ કરે છે.
ત્રિપલ કેમેરા સેટઅપ - Nubia Z40 Proના બેકમાં એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ 50 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સસલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે.
સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ - Nubia Z40 Pro સ્માર્ટફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 80 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 15 વૉટના વાયરલેસ ચાર્જિંગનો પણ સપોર્ટ મળે છે. આ ફોનને મેગ્નેટિક ચાર્જિંગ એડિશનમાં પણ લૉન્ચ કરવામાં આવ્યો છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ વાળો આ દુનિયાનો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે.
અત્યાર સુધી માત્ર Apple કંપનીએ જ પોતાના ફોનમાં MagSafe વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટની સુવિધા આપી છે. આની શરૂઆત બે વર્ષ પહેલા iPhone 12 સીરીઝની સાથે થઇ હતી. હવે આ ટેકનોલૉજી Nubia Z40 Pro ફોનમાં આપવામાં આવી છે.
Nubia Z40 Proની ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 144Hz ના રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચની ફૂલ એચડી+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે લગાવવામાં આવી છે. ડિસ્પ્લે પંચ હૉલ ડિઝાઇનની સાથે આવે છે.