Best Smart tv 50,000: ભારતમાં સૌથી બેસ્ટ પાંચ સ્માર્ટ ટીવી 4K અલ્ટ્રા-રિઝૉલ્યૂશન સાથે આવા છે હાઇટેક ફિચર્સ
Best Smart tv 50,000: ભારતીય માર્કેટમાં અત્યારે કેટલીય કંપનીઓના હાઇટેક અને ધાંસૂ ફિચર્સ વાળા હાઇટેક સ્માર્ટ ટીવી અવેલેબલ છે, જો તમે એક સસ્તું અને સ્પેશ્યલ ફિચર્સ વાળું સ્માર્ટ ટીવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં જુઓ લિસ્ટ. માર્કેટમાં અત્યારે ઘણા બધા સ્માર્ટ ટીવી અવેલેબલ છે, જે 4K અલ્ટ્રા એચડી રિઝૉલ્યૂશન વીડિયો સ્ટ્રીમિંગ અને AI ટેક્નોલૉજી સાથે આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆને ધ્યાનમાં રાખીને, અમે અહીં તમારા માટે 50,000 રૂપિયાના બજેટમાં બેસ્ટ સ્માર્ટ ટીવી વિશેની માહિતી લાવ્યા છીએ, જે તમારું બજેટ બગડવા નહીં દે અને તમારું ભરપૂર મનોરંજન કરશે.
LG (55 ઇંચ) 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ LED ટીવી:- આ સ્માર્ટ ટીવી 49,990 રૂપિયામાં ખરીદી શકાય છે. LGના આ ટીવીમાં Google Voice Assistance, Alexa, Apple AirPlay અને Netflix, Prime Video, Zee5 જેવા OTT પ્લેટફોર્મની ઍક્સેસ છે.
સોની બ્રાવિયા (43 ઇંચ) 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ગૂગલ ટીવી:- આ સ્માર્ટ ટીવી 41,990 રૂપિયામાં ખરીદી શકાય છે, જેમાં તમને 4K અલ્ટ્રા એચડી, 60 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. ઉપરાંત આ સોની ટીવી ગૂગલ ટીવી, વૉઇસ સર્ચ, ગૂગલ પ્લે અને ક્રૉમકાસ્ટને સપોર્ટ કરે છે. તે જ સમયે તે નેટફ્લિક્સ, એમેઝૉન પ્રાઇમ વીડિયો જેવા OTT પ્લેટફોર્મની ઍક્સેસ પ્રદાન કરે છે.
સેમસંગ (55 ઇંચ) ક્રિસ્ટલ iSmart 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ LED ટીવી:- આ સેમસંગ iSmart 4K અલ્ટ્રા HD સ્માર્ટ ટીવી 47,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટ ટીવીમાં OTT પ્લેટફોર્મ, મોબાઈલ કેમેરા સપોર્ટ, AI સ્પીકર, એપ કાસ્ટિંગ અને IoT સેન્સર છે.
Mi (55 ઇંચ) 5X સીરીઝ 4K અલ્ટ્રા એચડી એલઇડી સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી:- Mi ના આ સ્માર્ટ ટીવીની કિંમત 44,999 રૂપિયા છે, આ ટીવી 300+ ચેનલો સાથે આવે છે અને Netflix, Prime Video, Disney+ Hotstar, YouTube ને સપોર્ટ કરે છે.
Nu (65 ઇંચ) WebOS સીરીઝ 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ટીવી:- તમે આ સ્માર્ટ ટીવી માત્ર 48,990 રૂપિયામાં ખરીદી શકો છો, જેમાં તમને ગામા સિનેમા મોડ, AI વોઈસ આસિસ્ટન્સ અને મિરાકાસ્ટની સુવિધા મળશે.