Tech Story : Key Boardમાં અક્ષરો આડા અવળા કેમ હોય છે? આવુ કોણે અને કેમ બનાવ્યું?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડની કી માત્ર QWERTY ફોર્મેટમાં જ કેમ હોય છે? અહીં અમે તમને આ ફોર્મેટ પાછળની આખી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકીબોર્ડ પર અક્ષરોની પસંદગી સીધી એબીસીડી ક્રમમાં નહીં પરંતુ QWERTYમાં કરવામાં આવે છે. QWERTY એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ લેઆઉટ છે.
QWERTY કીબોર્ડની શોધ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ દ્વારા 1873માં કરવામાં આવી હતી. જેઓ એક કીબોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે ટાઇપિંગની ઝડપને સુધારે અને ટાઇપરાઇટર કીને જામ થવાથી અટકાવે.
QWERTY લેઆઉટનું બીજું કારણ લોકો માટે ટાઇપિંગને સરળ બનાવવાનું હતું, જેનાથી ટાઇપિસ્ટ ઝડપથી અને સરળતાથી અક્ષરો શોધી શકે.
સમય જતાં QWERTY કીબોર્ડ લેઆઉટનો ઉપયોગ મોટાભાગે ટાઈપરાઈટર પર થવા લાગ્યો અને પછી કમ્પ્યુટર કીબોર્ડ માટે પણ અપનાવવામાં આવ્યો. ટાઇપિંગ સ્પીડ ઘટાડવા માટે QWERTY લેઆઉટની પણ ટીકા કરવામાં આવી છે પરંતુ તેમ છતાં આ લેઆઉટ આજ સુધી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કીબોર્ડ લેઆઉટ રહ્યું છે.