5G Smartphone Under 15k : 15 હજારથી ઓછી કિંમતમાં આ 5 ફોનમાં મળશે દમદાર કેમેરા અને ધાંસૂ ફિચર્સ.....
5G Smartphone Under 15k : જો તમે પણ સસ્તી કિંમતે 5જી સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો હાલમાં માર્કેટમાં ઘણાબધા સ્માર્ટફોન અવેલેબલ છે, પરંતુ તમે સસ્તી કિંમતે સારા ફિચર્સ વાળો દમદાર ફોન ખરીદવા માંગતા હોય તો અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ. અમે આ રિપોર્ટમાં તમને 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં સારી સ્પેશિફિકેશન્સ વાળા 5જી સ્માર્ટફોન વિશે બતાવવા જઇ રહ્યાં છીએ. જુઓ લિસ્ટ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPoco M4 Pro 5G - પોકોનો આ એન્ડ્રોઇડ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 પર કામ કરે છે. Poco M4 Pro 5Gમાં 6.6 ઇંચની ફૂલ એચડી પ્લસ ડૉટ નૉચ આપવામાં આવી છે, જે 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ડિસ્પ્લેની સાથે DCI-P3 વાઇડ કલર ગૉમટ, મીડિયાટેક Dimensity 810 પ્રૉસેસર, 4 જીબી સુધી LPDDR4X રેમ અને 64 જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં પ્રાઇમરી લેન્સ 50 mp અને 8 mp નો અલ્ટ્રા વાઇડ લેન્સર છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 mpનુ કેમેરા સેન્સર મળે છે. Poco M4 Pro 5G માં 5000mAhની બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામા આવ્યો છે. ફોનને 12,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.
Samsung Galaxy M13 5G - સેમસંગનો આ Samsung Galaxy M13 5G ફોન એન્ડ્રોઇડ 12 ની સાથે One UI 4 આવે છે. ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ છે. ફોનમાં મીડિયાટેક Dimensity 700 પ્રૉસેસર અને 4 જીબી રેમની સાથે 64 જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 50 mpનો પ્રાઇમરી લેન્સ અને 2 mpનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે ફોનમાં 5 mp નો કેમેરો છે. ફોનમાં 5000mAh ની બેટરી ઔપ 15W નો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનને 13,999 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે.
Redmi Note 10T 5G - રેડમીનો આ ફોન ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો, ફોનમાં એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 11 આપવામાં આવી છે. ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1080x2400 પિક્સલ રિઝૉલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં મીડિયાટેક Dimensity 700 પ્રૉસેસર અને 4 જીબી રેમની સાથે 64 જીબી સુધીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઇમરી લેન્સ 48 mp, 2 mp નો મેક્રો અને 2 mp નુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 8 mpનો કેમેરો મળે છે. ફોનમાં 5000mAhની બેટરી અને 18W નુ ફાસ્ટર ચાર્જિંગનુ સપોર્ટ છે. આ ફોનને 11,999 રૂપિયામા ખરીદી શકાય છે.
iQoo Z6 5G - આઇક્યૂના આ ફોનમાં 6.58 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં સ્નેપડ્રેગન 695 પ્રૉસેસર અને પાંચ લેયર વાળી લિક્વિડ કૂલિંગ સિસ્ટમનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જે પ્રાઇમરી લેન્સ 50 mp, 2 mpનો મેક્રો અને 2 mpનુ ડેપ્થ સેન્સરની સાથે આવે છે, સાથે જ ફોનમાં 5000mAhની બેટરી અને 18Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યુ છે. આ ફોનના 4 જીબી રેમની સાથે 128 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 15,499 રૂપિયા છે.
Infinix Note 12 5G - ઇનફિનિક્સ એ પંદર હજારથી ઓછી કિંમતમાં આવનારા ફોનમાં એક સારો ઓપ્શન છે. આ ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2400x1080નુ રિઝૉલ્યૂશન અને 80Hzની ટચ સેમ્પલિંગ રેટના સપોર્ટની સાથે આવે છે. ફોનમાં મીડિયાટેક Dimensity 810 5G પ્રૉસેસર અને 50 mpનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16 mpનો ફ્રેન્ટ કેમેરો પણ છે. ફોનમાં 5000mAhની બેટરી અને 33Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. Infinix Note 12 5Gના 6 જીબી રેમ + 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.