WhatsApp Update: આ પાંચ નવા ફિચર્સ બદલી દેશે એપ યુઝ કરવાનો તમારો અંદાજ
WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે. તાજેતરમાં WhatsApp ના નવા અપડેટમાં ઘણા બધા ફીચર્સ મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટ્સએપ ગ્રુપ એડમિન હવે કોઈપણ ગ્રુપ મેમ્બરના મેસેજ ડિલીટ કરી શકશે. આ રીતે તે મેસેજ ગ્રુપમાં કોઈને પણ દેખાશે નહીં.
આ ફીચર સાથે યુઝર્સ પ્લેટફોર્મ પર 'કોમ્યુનિટી' બનાવી શકશે. વાસ્તવમાં આ ફીચર હેઠળ એક ગ્રુપમાં ઘણા વોટ્સએપ ગ્રુપ સામેલ કરી શકાય છે.
નવા અપડેટ સાથે એક નવું ફીચર પણ આવ્યું છે કે હવે વોટ્સએપ વોઈસ કોલમાં એક સાથે 32 લોકોને એડ કરી શકાશે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપ યુઝર્સ એપ પર આવતા મેસેજ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે એટલે કે ટૂંક સમયમાં જ વોટ્સએપ પર ઈમોજી રિએક્શનનું ફીચર આવવાનું છે.
હવે તમે WhatsApp પર 2GB સુધીની સાઇઝની ફાઇલ સરળતાથી મોકલી શકો છો. યુઝર્સ આ ફીચરને ખૂબ પસંદ કરી રહ્યા છે.