કોઈ નહીં કરી શકે WhatsApp હેક! નવા High Security Modeથી આ લોકોને થશે ફાયદો
WhatsAppમાં યુઝર અનુભવ અને સેફ્ટી માટે નવા નવા ફીચર્સ કંપની સામેલ કરતી રહે છે. કંપનીએ હવે એપમાં એક નવો અને એડવાન્સ સિક્યોરિટી મોડને સામેલ કર્યું છે.

પ્રતિકાત્મક તસવીર
1/5
WhatsAppમાં યુઝર અનુભવ અને સેફ્ટી માટે નવા નવા ફીચર્સ કંપની સામેલ કરતી રહે છે. કંપનીએ હવે એપમાં એક નવો અને એડવાન્સ સિક્યોરિટી મોડને સામેલ કર્યું છે. આ નવા મોડને સામેલ કરનારી વોટ્સએપ ત્રીજી કંપની બની ગઈ છે.
2/5
આ નવો મોડ યુઝર્સને હેકર્સથી બચાવવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ નવી Strict Account Settings ને રોલઆઉટ કર્યું છે. જે એપની સેટિંગ્સમાં વન-ક્લિક બટન છે જે વિવિધ પ્રકારના ડિફેન્સને એક્ટિવેટ કરે છે.
3/5
તેમાં અજાણ્યા સેન્ડરથી મીડિયા અને અટેચમેન્ટને બ્લોક કરવા, લિંક પ્રિવ્યૂને ડિસેબલ કરવા એટલે કે ચેટમાં URL દાખલ કરતી વખતે જોવા મળતા થંબનેલ અને અજાણ્યા કોન્ટેક્ટ્સ પરથી આવતા કોલને સાયલન્ટ કરવાનું સામેલ છે. આ ત્રણેયને સર્વિલાન્સ અને એડવાન્સ્ડ હેકર્સ માટે સંભવિત લક્ષ્યો માનવામાં આવ્યા છે.
4/5
WhatsApp એ એક બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી હતી કે તમામ યુઝરની વાતચીત એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. "અમે એ પણ સમજીએ છીએ કે અમારા કેટલાક યુઝર, જેમ કે પત્રકારો અથવા સેલિબ્રિટીઝને એડવાન્સ્ડ સાઈબર હુમલાઓથી સામે રક્ષણ આપવા માટે ઉન્નત સુરક્ષાની જરૂર પડી શકે છે." એ નોંધવું યોગ્ય છે કે મેટા પ્લેટફોર્મ્સ હાઈ રિસ્ક યુઝર્સ માટે સિક્યોરિટી બૂસ્ટ આપનારી ત્રીજી મોટી ટેક કંપની છે.
5/5
2022માં એપલે લોકડાઉન મોડ લોન્ચ કર્યો હતો, જેને કંપની વૈકલ્પિક અને અત્યંત સુરક્ષિત મોડ તરીકે વર્ણવે છે. આ મોડ એવા લોકો માટે રચાયેલ છે જેઓ અદ્યતન ડિજિટલ ધમકીઓથી ટાર્ગેટ કરવામાં આવે છે. iPhone અને macOS પર ઉપલબ્ધ આ ફીચર મોટાભાગના મેસેજ અટેચમેન્ટ ટાઈપ અને લિંક પ્રીવ્યૂને ડિસેબલ કરી દે છે. સાથે જ FaceTime કોલ અને વેબ બ્રાઉઝિંગ પર પ્રતિબંધો પણ શામેલ છે.
Published at : 28 Jan 2026 01:09 PM (IST)