WhatsApp: ફક્ત પાંચ દિવસ બાકી, પછી આ સ્માર્ટફોન પર વોટ્સએપ વાપરી શકાશે નહીં
WhatsApp વર્ષ 2025થી જૂના એન્ડ્રોઇડ ફોન માટે સપોર્ટ બંધ કરશે. 1 જાન્યુઆરી, 2025થી Android KitKat અથવા તેથી વધુ જૂના વર્ઝન ધરાવતા Android ફોન્સ પર WhatsApp કામ કરશે નહીં. વાસ્તવમાં WhatsAppએ આ જૂના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે જૂના ફોનમાં ઇન્સ્ટોલ કરેલ હાર્ડવેર એપના નવા ફીચર્સને સપોર્ટ કરી શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2024ની શરૂઆતમાં કંપનીએ Meta AI માટે સપોર્ટ એડ કર્યો હતો અને બાદમાં તેને અપગ્રેડ પણ કર્યો હતો.
વોટ્સએપના નવા નિયમો અનુસાર ઘણા જૂના એન્ડ્રોઈડ ફોન પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાતો નથી. તેમાં Samsung Galaxy S3, Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini, Motorola Moto G (1st જનરેશન), Motorola Razr HD, Moto E 2014, HTC One G, LG Nexus 4, LG G2 Mini, LG L90, Sony Xperia Z, Sony Xperia SP, Sony Xperia T અને Sony Xperia V જેવા ઘણા ફોન સામેલ છે.
અગાઉ WhatsAppએ જાહેરાત કરી હતી કે તે iOS 15.1 અથવા તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા iPhones માટે સપોર્ટ બંધ કરશે.
આનો અર્થ એ છે કે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus માટે WhatsApp સપોર્ટ આપમેળે સમાપ્ત થઈ જશે.
નોંધનીય બાબત એ છે કે iPhone યુઝર્સ પાસે 5 મે, 2025 સુધીનો સમય છે કે તેઓ નવું ડિવાઇસ ખરીદી શકે છે અથવા તેને એક્સચેન્જ કરી શકે.