Redmi Note 13 Pro Plus 4 જાન્યુઆરીએ થશે લોન્ચ, તસવીરોમાં જુઓ ફોનની ડિઝાઇન અને લૂક
Redmi નવા વર્ષ પર ભારતમાં Redmi Note 13 Pro સિરીઝ લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ 3 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલા અમે તમને પ્લસ મોડલની ખાસ તસવીરો બતાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ Redmi ભારતમાં 4 જાન્યુઆરીએ Redmi Note 13 Pro સિરીઝ લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે જેમાં ટોપ એન્ડ મોડલ Redmi Note 13 Pro Plus હશે. આમાં તમને 200MP કેમેરા મળશે. લોન્ચ પહેલા અમે તમને આ ફોનની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ
કંપની Redmi Note 13 Pro Plusને વ્હાઇટ, બ્લેક અને અન્ય કલર વિકલ્પોમાં લોન્ચ કરી શકે છે. ટિપસ્ટર યોગેશ બરારે આ મોડલની કેટલીક તસવીરો શેર કરી છે જે અમે અહીં શેર કરી રહ્યાં છીએ.
Redmi Note 13 Pro Plus માં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં 200MP પ્રાઇમરી કેમેરા અને 5000 mAh બેટરી 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે છે. ત્રણેય ફોનમાં તમે 6.67 ઇંચ ડિસ્પ્લે 1.5K FHD પ્લસ AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
કંપની પ્રો મોડેલમાં Snapdragon 8 Gen 2 SOC અને પ્લસ મોડલમાં MediaTek Dimensity 7200 Ultra સાથે સપોર્ટ આપી શકે છે. કંપની બેઝ મોડલમાં ડાયમેન્સિટી 6080 ચિપસેટને સપોર્ટ આપી શકે છે.
Vivo X100 સિરીઝ પણ એ જ દિવસે લોન્ચ થવા જઈ રહી છે. આ સીરીઝ હેઠળ Vivo X100 અને Vivo X100 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. પ્રો મોડેલમાં તમને એક શાનદાર કેમેરા સેટઅપ મળશે. કંપની બંને ફોનમાં MediaTek Dimensity 9300 SoC આપી શકે છે.