Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
જો તમે કંઈપણ શોધવા માટે Google Chrome બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરો છો તો તમે તરત જ સચેત થઈ જશો. તાજેતરમાં હેકર્સે ગૂગલ ક્રોમ બ્રાઉઝર એક્સ્ટેન્શનને હેક કર્યું છે. આ હેકિંગ મોટા સાયબર હુમલાનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે યુઝર્સના ડેટા લીક થઇ શકે છે. આવી સ્થિતિમાં હેકર્સ યુઝર્સના ડેટાની ચોરી કરી શકે છે અને કદાચ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)ને પણ બાયપાસ કરવા માટે કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલે હજુ સુધી ક્રોમ બ્રાઉઝર એક્સટેન્શનને લક્ષ્ય બનાવતા આ હેકિંગ કેમ્પેઇન વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. પરંતુ ડેવલપર્સને તેમના બ્રાઉઝર એક્સટેન્શનને સિક્યોર કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.
જો ડેવલપર્સના એકાઉન્ટ હેક થઈ જાય છે તો હેકર સીધા જ તમામ યુઝર્સ સુધી માલિશિયલ કોડ મોકલી દેશે. આવી સ્થિતિમાં આ ખાતાઓને સિક્યોરિટી પાસવર્ડ સાથે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સાથે સુરક્ષિત રાખવા જોઈએ.
હંમેશા HTTPS નો જ ઉપયોગ કરો. આ એટલા માટે છે કારણ કે તેમાં બિલ્ટ-ઇન સિક્યોરિટી હોય છે જે મોટાભાગના મેન-ઇન-ધ-મિડલ ટાઇપના સાયબર હુમલાઓને અટકાવે છે.
વધુમાં એક્સટેન્શને તેમની પરવાનગીઓને મંજૂરી ઓછી કરવી જોઇએ. એટલે કે તમને જરૂર હોય તે જ API અને વેબસાઈટની રજિસ્ટર કરો જેની તમને જરૂર છે.
તમે તમારી સિસ્ટમને સંપૂર્ણ સ્કેન પણ કરી શકો છો અને તમારા બ્રાઉઝરને અસર કરતા કોઈપણ માલવેરને રિમૂવ કરી શકો છો.