Google Diwali: દિવાળીના દિવસે ગૂગલ પર સૌથી વધુ વાર સર્ચ કરવામાં આવ્યા આ 5 સવાલ ? ત્રીજો સવાલ ઇન્ટરેસ્ટિંગ છે
Google Search on Diwali: ભારતમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે, ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખી રહ્યું છે. આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ રવિવારે લાઇટના તહેવાર દિવાળી વિશે ગૂગલ પર ટોચના ટ્રેન્ડિંગ “Why” પ્રશ્નો શેર કર્યા. જાણો, અહીં દિવાળી પર ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા આ 5 પ્રશ્નો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિચાઈએ GIF માં સવાલો શેર કર્યા, અને દરેકને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી. પિચાઈએ પૉસ્ટ કર્યું. દિવાળી મનાવનારા તમામને શુભકામનાઓ. અમે સર્ચમાં દિવાળી પરંપરાઓ વિશે સૌથી વધુ રૂચિ જોઇ રહ્યાં છે, જે દુનિયામાં ટૉપ ટ્રેન્ડમાં છે.
પહેલો સવાલ એ હતો કે ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે? બીજા સવાલમાં લોકો શોધતા હતા કે દિવાળી પર રંગોળી કેમ બનાવીએ છીએ?
શા માટે કેટલાય યૂઝર્સ દિવાળી પર દીવા પ્રગટાવે છે? આ પ્રશ્ન Google પર સર્ચ કર્યો. આ ત્રીજો ટૉપ ટ્રેન્ડિંગ સવાલ હતો.
ચોથો સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ એ હતો કે દિવાળી પર લક્ષ્મી પૂજા શા માટે કરવામાં આવે છે?
ટોપ-5 સવાલોમાં છેલ્લો સવાલ એ હતો કે દિવાળી પર તેલથી સ્નાન કેમ કરવું?