શું તમે જાણો છો Goooooooooogle નો મતબલ ? તમને પણ કદાચ જ ખબર હશે

શું તમે Google પેજ પર દસ O ની જોડણી સાથે Google જોયું છે ? તમે બધાએ તે જોયું જ હશે.

પ્રતિકાત્મક તસવીર

1/5
Google Knowledge Tips: ગૂગલનો સ્પેલિંગ Google છે. તમે બધા આ રીતે ગૂગલમાં સર્ચ કરતા જ હશો. શું તમે Google પેજ પર દસ O ની જોડણી સાથે Google જોયું છે ? તમે બધાએ તે જોયું જ હશે.
2/5
દસ 0 સાથે Google ની જોડણી જોવા માટે સોથી પહેલા Google પર કંઈપણ લખો અને જ્યારે તમે રિઝલ્ટ જુઓ ત્યારે પૃષ્ઠ નીચે સ્ક્રૉલ કરો, અહીં તમને Goooooooooogle દેખાશે, જાણો આનો અર્થ શું છે ?
3/5
ખરેખર ગૂગલ પેજ નંબર દર્શાવવા માટે આટલી લાંબી જોડણી લખે છે. તેનો અર્થ એ છે, કે દરેક O નો અર્થ એક પૃષ્ઠ છે અને તમે શોધેલી ક્વેરી માટે 10 પેજ સુધી જોઈ શકો છો. જેમ તમે કોઈપણ O પર ક્લિક કરશો, તે નંબર મુજબ તે પેજ નંબર ખુલશે.
4/5
ગૂગલ કે જે આજે આખી દુનિયામાં જાણીતું છે, પહેલા તેનું નામ Backrub હતું. વળી, ગૂગલનો સ્પેલિંગ પણ આવો ન હતો. Google ની સાચી જોડણી Googol છે પરંતુ ટાઇપિંગ ભૂલને કારણે Google નામ ડૉમેન તરીકે નોંધાયેલું છે અને હવે તે પૉપ્યૂલર થઇ ગયુ છે.
5/5
ગૂગલની શરૂઆત 4 સપ્ટેમ્બર, 1998એ અમેરિકન કૉમ્પ્યુટર વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે બંને કેલિફોર્નિયાની સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ હતા.
Sponsored Links by Taboola