Googleને લાગ્યો મોટો ઝટકો, એન્ટીટ્રસ્ટ કેસમાં મળી હાર, શું વેચવું પડશે Ad મેનેજર?

ગૂગલના મોનોપૉલી મામલામાં મોટો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટનની એક કોર્ટે ગૂગલ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને યોગ્ય માન્યા હતા જેમાં જાહેરાત ટેકનોલોજી બજાર પર સંપૂર્ણ રીતે આધિપત્ય જમાવવાનો આરોપ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
ગૂગલના મોનોપૉલી મામલામાં મોટો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટનની એક કોર્ટે ગૂગલ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને યોગ્ય માન્યા હતા જેમાં જાહેરાત ટેકનોલોજી બજાર પર સંપૂર્ણ રીતે આધિપત્ય જમાવવાનો આરોપ છે.
2/7
ગૂગલના મોનોપૉલી મામલામાં મોટો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટનની એક કોર્ટે ગૂગલ સામેના આરોપોને યોગ્ય માન્યા હતા અને જેમાં તેના પર આરોપ લગાવ્યો છે કે તે જાહેરાતની ટેકનોલોજીના બજાર પર સંપૂર્ણ કબજો કરવાનો આરોપ છે. આ ચુકાદા પછી અમેરિકાના ઘણા રાજ્યોની સરકારો અને સંઘીય સરકારે ગૂગલ વિરુદ્ધ એન્ટિ-ટ્રસ્ટ કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ અનેક કેસ દાખલ કર્યા છે.
3/7
વાસ્તવમાં આ મામલો ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ગૂગલના નિયંત્રણ સાથે સંબંધિત છે જેમાં પબ્લિશર એડ સર્વર, એડવર્ટાઇઝર્સ માટે ટૂલ્સ અને એડ એક્સચેન્જ સામેલ છે. કોર્ટનું માનવું છે કે ગૂગલે આ બધા ક્ષેત્રો પર પોતાનો દબદબો જાળવી રાખવા માટે જાણી જોઈને એન્ટિ-ટ્રસ્ટ વ્યૂહરચના અપનાવી છે.
4/7
ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયોની બ્રિંકમાએ જણાવ્યું હતું કે મોટાભાગની વેબસાઇટ્સ ગૂગલના જાહેરાત સોફ્ટવેર પર આધાર રાખે છે, જેના કારણે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ગૂગલ પર ગ્રાહકો પર અન્યાયી નીતિઓ લાદવાનો અને તેના એકાધિકારને વધુ મજબૂત બનાવવા માટે તેના ઉત્પાદનોમાંથી આવશ્યક સુવિધાઓ દૂર કરવાનો પણ આરોપ છે.
5/7
જોકે, ગૂગલ પાસે આ નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે. આ પહેલી વાર નથી જ્યારે ગૂગલ પર આવા આરોપો લાગ્યા હોય. આ પહેલા પણ ઘણા દેશોમાં તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.
6/7
ગૂગલ તેની લોકપ્રિય મફત સેવાઓ જેમ કે Gmail, Maps અને Search મારફતે ઓનલાઈન જાહેરાતને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2024માં આલ્ફાબેટની કુલ આવક 350 બિલિયન ડોલર હતી, જેમાંથી લગભગ 75 ટકા જાહેરખબરોમાંથી આવી હતી.
7/7
જોકે, આ કુલ આવકમાં ગૂગલ નેટવર્કનો ફાળો ફક્ત 8.7 ટકા હતો. હવે જ્યારે કોર્ટે સ્વીકાર્યું છે કે ગૂગલનું આ ક્ષેત્ર પર અન્યાયી અને ગેરકાયદેસર નિયંત્રણ છે, તો આગળનું પગલું કોર્ટ નક્કી કરશે કે આ અંગે શું કાર્યવાહી કરવી જોઈએ.સરકારી પક્ષ ઇચ્છે છે કે ઓછામાં ઓછું ગૂગલ એડ મેનેજરને કંપનીમાંથી અલગ કરવામાં આવે જે નેટવર્ક ગ્રુપનો હિસ્સો છે. આ સેવા વર્ષ 2020 માં ગૂગલના આવકમાં 4.1 ટકા અને તેના નફામાં માત્ર 1.5 યોગદાન આપી રહી હતી. જોકે, કોર્ટમાં સબમિટ કરાયેલા દસ્તાવેજોમાં લેટેસ્ટ આંકડા છૂપાવવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola