સ્કૈમર્સ સામે લડવા સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, આ રીતે કરાશે ડીલ
Caller ID System: સમગ્ર દેશમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેના દ્વારા નકલી કોલ્સ ઓળખી શકાશે. આટલું જ નહીં આ કોલ્સ પણ બ્લોક થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે 100 દિવસમાં કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આમાં, છેતરપિંડી કરનારાઓના નંબરો બ્લોક કરવામાં આવશે. આવા કેસોની ફરિયાદ કરવા માટે નોડલ એજન્સીની રચના કરવામાં આવશે.
નોડલ એજન્સીને નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી તરીકે ઓળખવામાં આવશે. સરકારનું કહેવું છે કે કોઈપણ પ્રકારની છેતરપિંડી સમયસર ઓળખવી જરૂરી છે, તો જ તેને બ્લોક કરી શકાય છે.
1 ઓગસ્ટથી જ સમગ્ર દેશમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ થઈ શકે છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ વર્ષે સરકાર દ્વારા 13 મિલિયન શંકાસ્પદ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારે 70 હજાર પોઇન્ટ ઓફ સેલ મશીનને ડિસ્કનેક્ટ કરી દીધા છે. લગભગ 1.56 લાખ હેન્ડસેટમાંથી છેતરપિંડીની ઘટનાઓ આચરવામાં આવી હતી, જે બંધ કરવામાં આવી હતી.
ET રિપોર્ટ વધુમાં જણાવે છે કે સરકારે આ વર્ષે લગભગ 200K નકલી SMS હેન્ડલ બંધ કર્યા છે.