AI ચેટબૉટ Grok માં આવ્યું નવું અપડેટ, ફિચર્સ એવું કે કામ જાણીને આંખો પણ ફાટી જશે.....
Grok 1.5V: એલન મસ્કએ તેના AI ચેટબૉટ ગ્રૉકમાં એક નવું અપડેટ રિલીઝ કર્યું છે, જેના દ્વારા આ AI મૉડલ્સમાં કેટલીક એવી સુવિધાઓ શામેલ કરવામાં આવી છે, જે તમને આશ્ચર્યચકિત કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલન મસ્કે ઓપનએઆઈની (ChatGPT),, ગૂગલની જેમિની એઆઈ (Gemini AI)અને ક્લાઉડ (Claude), જે X (અગાઉ ટ્વિટર) પર આધારિત છે, પેઈડ સેવા સાથે ઉપલબ્ધ છે, તેને સખત સ્પર્ધા આપવા માટે થોડા મહિનાઓ પહેલાં તેની AI ચેટમોડલ ગ્રોક (Grok) લૉન્ચ કરી હતી.
હવે Grok નું અપડેટેડ વર્ઝન, Grok 1.5 Vision એટલે કે Grok 1.5V બહાર પાડવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે Grokનો નવો મોડ ટેક્સ્ટને સરળતાથી સમજી શકે છે, ડૉક્યૂમેન્ટ્સ, ડાયાગ્રામ્સ, ચાર્ટ્સ, સ્ક્રીનશોટ અને ફોટોગ્રાફ્સમાં જોવા મળેલી વસ્તુઓ પર પ્રક્રિયા પણ કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ફિચર ટૂંક સમયમાં માત્ર શરૂઆતના ટેસ્ટર્સ અને હાલના યુઝર્સ માટે જ ઉપલબ્ધ થશે.
આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે બેન્ચમાર્ક ટેસ્ટિંગમાં, Grok 1.5V ની વિવિધ સુવિધાઓ સાથે ChatGPT ના GPT-4V, Claude 3 Sonnet, Claude 2 Opus અને Gemini Pro 1.5 ની તુલના કરવામાં આવી છે અને સ્કોર કરવામાં આવ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે મલ્ટી-ડિસિપ્લિન, ગણિત, આકૃતિઓ, ટેક્સ્ટ રીડિંગ, ચાર્ટ અને દસ્તાવેજો વગેરેના સંદર્ભમાં કયા AI ચેટબોટની ટકાવારી વધુ અને ઓછી છે. ગણિત, આકૃતિઓ, ટેક્સ્ટ રીડિંગ અને વાસ્તવિક દુનિયાની સમજની દ્રષ્ટિએ, Grok 1.5V એ બીજા બધાને પાછળ છોડી દે છે.
આ ઈમેજમાં તમે જોઈ શકો છો કે સાદા પેજ પર કોડિંગ ડાયાગ્રામ કેવી રીતે બને છે. યૂઝર્સે આ રેખાકૃતિને Grok 1.5V પર અપલોડ કરવા અને તેને Python કોડમાં અનુવાદિત કરવા વિનંતી કરી છે. Grok 1.5V એ આ રેખાકૃતિને પાયથોન કોડમાં સફળતાપૂર્વક અનુવાદિત કરીને પ્રતિસાદ આપ્યો.
આ સિવાય તમે આ તસવીરમાં જોઈ શકો છો કે યુઝર્સે ખાદ્ય પ્રોડક્ટના પેકેટ પર લખેલા ન્યૂટ્રિશન ફેક્ટનો ફોટો અપલોડ કર્યો છે અને સવાલ પૂછ્યો છે કે તેની 5 સ્લાઈસમાં કેટલી કેલરી હશે. Grok 1.5V એ આ ફોટામાં લખેલા લખાણને સમજ્યા પછી, તેના 5 સ્લાઇસમાં કુલ 100 કેલરી હશે તે શોધવા અને સંપૂર્ણ ગણતરી કર્યા પછી વિગતવાર જવાબ લખ્યો છે.