Google Pixel 7a પર મળી રહ્યું છે 9,000થી વધુનું ડિસ્કાઉન્ટ, શું તમારે ખરીદવો જોઇએ કે નહીં ?
Google Pixel 7a: આજે વિજયાદશમીનો તહેવાર છે, આજે દશેરા નિમિત્તે ઠેક ઠેકાણે ઓફર અને સેલ લાગે છે, આજે સ્માર્ટફોનની ખરીદીમાં પણ સેલ અને હેવી ડેસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર દશેરા સેલ ચાલુ છે, અને ગૂગલના પિક્સલ ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં Pixel 7a સ્માર્ટફોન પર 9,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમારે તે ખરીદવું જોઈએ કે કેમ તે જાણો અહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલે થોડા સમય પહેલા માર્કેટમાં Pixel 8 સીરીઝ લૉન્ચ કરી છે. કંપનીએ Google Pixel 8ને 8/128GB અને 8/256GB વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે. ફોનની કિંમત 75,999 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે કંપનીએ 12/256GB અને 12/512GB સ્ટૉરેજ વેરિઅન્ટમાં Google Pixel 8 Pro લૉન્ચ કર્યો છે. તેની કિંમત 1,06,999 રૂપિયાથી શરૂ થાય છે.
જ્યારે નવી સીરિઝ લૉન્ચ કરવામાં આવી છે ત્યારે જૂના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે ફ્લિપકાર્ટ પરથી Google Pixel 7a 31,499 રૂપિયામાં ખરીદી શકો છો. કંપની મોબાઈલ ફોન પર બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે.
Pixel 7a હાલમાં ફ્લિપકાર્ટ પર 35,999 રૂપિયામાં લિસ્ટેડ છે. જો કે, ફોનની કિંમત 43,999 રૂપિયા છે. SBI, Kotak અને RBL બેંકના ક્રેડિટ કાર્ડ પર સ્માર્ટફોન પર 1,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મોબાઈલ ફોન પર 33,500 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કેટલાક સિલેક્ટેડ મૉડલ્સ પર 1,500 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ લેવા માટે, તમારો ફોન સારી સ્થિતિમાં હોવો જોઈએ.
તમારે આ ફોન ખરીદવો જોઇએ કે નહીં ? ખાસ કરીને જેનું બજેટ ઓછું છે તેમના માટે Pixel 7a સારો ફોન છે. આમાં તમને Tensor G2 ચિપસેટ, બે 64MP (OIS) + 13MP કેમેરા, 4300 mAh બેટરી અને 6.1 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે મળે છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન બેસ્ટ છે.
Pixel 7a ઉપરાંત OPPO Reno10 5G અને motorola edge 40 પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે બંને મૉડલ પર 5,000 રૂપિયાથી વધુની બચત કરી શકો છો.