Gmail Snooze Feature: જીમેઈલનું ફીચર રીમાઇન્ડરની જેમ કરે છે કામ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ?
આવી પરિસ્થિતિઓમાં જીમેઈલનું આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કાર્ય ઈમેઈલ મારફતે થઈ રહ્યા છે.

આવી પરિસ્થિતિઓમાં જીમેઈલનું આ ફીચર ખૂબ જ ઉપયોગી છે.
1/7
Gmail Snooze Feature: આજકાલ મોટાભાગના લોકો માટે ઈમેઈલ આવશ્યક બની ગયું છે. જોકે, ક્યારેક સમયના અભાવે લોકો ચોક્કસ ઈમેઈલ ચૂકી જાય છે. આવી પરિસ્થિતિઓમાં જીમેઈલનું આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક મહત્વપૂર્ણ કાર્ય ઈમેઈલ મારફતે થઈ રહ્યા છે. પછી ભલે તે બેન્ક નોટિસ હોય, ઓફિસ મીટિંગ શિડ્યૂલ હોય કે પ્રોજેક્ટ ડેડલાઈન હોય બધું જ જીમેઈલ મારફતે આવે છે. ઘણીવાર આપણે ઈમેઈલ વાંચીએ છીએ પરંતુ યોગ્ય સમયે તેના પર પગલાં લેવાનું ભૂલી જઈએ છીએ. આવી પરિસ્થિતિઓમાં જીમેઈલનું સ્નૂઝ ફીચર ખૂબ જ ઉપયોગી ટૂલ સાબિત થાય છે, જે તમને યોગ્ય સમયે તે જ ઈમેઈલની યાદ અપાવે છે.
2/7
જીમેઈલનું સ્નૂઝ ફીચર એક સ્માર્ટ રીમાઇન્ડરની જેમ કામ કરે છે. જ્યારે તમે કોઈ ઈમેઈલ સ્નૂઝ કરો છો ત્યારે તે તમારા ઇનબોક્સમાંથી એક અલગ સેક્શનમાં જાય છે.
3/7
પછી તમે જે દિવસ અને સમય પસંદ કરો છો તે ઈમેઈલ તમારા ઇનબોક્સમાં એક નવા મેસેજ તરીકે ફરીથી દેખાય છે. આ તમને યોગ્ય સમયે મહત્વપૂર્ણ કાર્યો યાદ રાખવામાં અને કંઈપણ ચૂકી જવાનું ટાળવામાં મદદ કરે છે.
4/7
આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ દિવસભર અસંખ્ય ઇમેઇલ્સ તપાસે છે પરંતુ સમયની મર્યાદા અથવા વ્યસ્ત શિડ્યુલના કારણે તરત જ તેના પર કાર્ય કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે થોડા દિવસોમાં બિલ ચૂકવવાનું હોય, તો તમે તે તારીખ સુધી તે ઇમેઇલને સ્નૂઝ કરી શકો છો. આનાથી તે નિર્ધારિત સમયે ફરીથી દેખાશે જેનાથી કામ કરવાનું સરળ બનશે.
5/7
આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને તેમાં વધુ સમય લાગતો નથી. ફક્ત તમારા Gmail ઇનબોક્સમાં જાવ અને તમે જે ઇમેઇલ પછીથી સેટ કરવા માંગો છો તે ખોલો.
6/7
જેમ જેમ તમે કોઈ ઇમેઇલ પર ધ્યાન આપો છો તેમ તેમ તમને સ્નૂઝ વિકલ્પ દેખાશે, જે વોચના આઈકોનના રૂપમાં જોવા મળે છે. તેના પર ક્લિક કરવાથી તમે તમારા માટે અનુકૂળ તારીખ અને સમય પસંદ કરી શકો છો. નિર્ધારિત સમય આવતાની સાથે જ ઇમેઇલ તમારા ઇનબોક્સમાં ફરીથી દેખાશે.
7/7
આજની ઝડપી લાઈફસ્ટાઈલમાં બધું યાદ રાખવું મુશ્કેલ છે. Gmail ની સ્નૂઝ ફીચર તમારા કાર્યને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. તે તમને મહત્વપૂર્ણ ઇમેઇલ્સની સમયસર યાદ અપાવે છે એટલું જ નહીં પણ તમારી પ્રોડક્વિવિટીમાં પણ સુધારો કરે છે.
Published at : 07 Apr 2026 01:08 PM (IST)