આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત
Honor 3 વર્ષ પછી ભારતમાં કમબેક કરવા જઈ રહ્યું છે. આ મહિને કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ફ્લેગશિપ ફોન હશે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, માધવ શેઠે ટ્વિટર પર Honor 90 નો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ફોનથી અખરોટ તોડતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તેણે સતત 3 અખરોટ તોડ્યા અને ફોનની સ્ક્રીન એકદમ નવા જેવી બની ગઇ હતી. તેનો અર્થ છે કે. Honor 90માં સારી સ્ક્રીન પ્રોટેક્શન મળશે.
Honor 90ની કિંમત 35,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ આ સ્માર્ટફોનને એમેઝોન પર લિસ્ટ કર્યો છે, એટલે કે ફોન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફોન ચીનમાં લૉન્ચ થઈ ચૂક્યો છે અને ત્યાં તેની કિંમત 12/256GB માટે 29,000 રૂપિયા અને 12/512GB માટે 32,680 રૂપિયા છે.
Honor 90 માં, તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં પ્રાથમિક કેમેરા 200MP નો હોઈ શકે છે. કંપની ફ્રન્ટમાં 50MP કેમેરા આપશે. સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી, Snapdragon 7 Gen 1 ચિપસેટ અને 6.7 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે.
Honor સિવાય iPhone 15 સિરીઝ અને Motorola G84 સ્માર્ટફોન પણ આ મહિને લૉન્ચ થવાના છે. આવતીકાલે Realme પણ ભારતમાં એક બજેટ સ્માર્ટફોન લોન્ચ કરશે, જેની કિંમત 10,499 રૂપિયા હોઈ શકે છે.
Real Me ઉપરાંત, Infinix એ ભારતમાં મિડ-રેન્જ સેગમેન્ટ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે. તેની કિંમત 23,999 રૂપિયા અને 24,999 રૂપિયા છે. તમે ફોનને ગોલ્ડ અને ગ્રીન કલરમાં ખરીદી શકો છો.