Aadhaar Card:બાળકનું આધારકાર્ડ બનાવવું આ કારણે છે એકદમ સરળ, બસ આ ડોક્યુમેન્ટ સાથે ફોલો કરો આટલા સ્ટેપ
Baal Aadhaar Card: આધારકાર્ડ ભારતમાં સૌથી વધુ યુઝ થતી આઇડી પ્રૂફ છે. બાળકોના સ્કૂલના એડમિનશનથી માંડીને હોસ્પિટલમાં એડમિટ થવા સુધી દરેક જગ્યાએ આઘારકાર્ડની જરૂર પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધારના વધતા મહત્વને કારણે, UIDAI 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આધાર મેળવવાની સુવિધા પૂરી પાડે છે. આ પ્રકારના આધારને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે.
બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે બાળકના બાયોમેટ્રિક્સની જરૂર નથી. આ માટે માતા-પિતાનું આધાર કાર્ડ પૂરતું છે. આ કાર્ડ માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
તમે કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે બનાવેલ આધાર કાર્ડ મેળવી શકો છો. આ સિવાય તમે ઓનલાઈન સાઈન અપ કરીને પણ આધાર માટે અરજી કરી શકો છો.
બાળકો માટે આધાર કાર્ડ બનાવવા માટે, તમારે ફક્ત બાળકના જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે. આ સિવાય તમે હોસ્પિટલના ડિસ્ચાર્જ સર્ટિફિકેટનો પણ ઉપયોગ કરી શકો છો.
આ સિવાય બાળકનો આધાર બનાવતી વખતે તેને તેના માતા-પિતામાંથી એકના આધાર સાથે લિંક કરીને બનાવવામાં આવે છે. આધાર સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો પણ ઉપયોગ કરી શકાય છે.
ધ્યાનમાં રાખો કે બાળકની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ થયા પછી, 5 થી 15 વર્ષની વચ્ચે બાળકની રેટિના સ્કેન અને બાયોમેટ્રિક માહિતી આ આધારમાં અપડેટ કરવાની રહેશે. આ પછી આ આધારને અન્ય આધાર કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવશે.