ગરમીમાં ઓવરહીટ થઇ રહ્યું છે તમારુ લેપટોપ? આ સ્ટેપને કરો ફોલો
How to Avoid Laptop Overheating: લેપટોપનું ઓવરહિટીંગ તમારા ડિવાઇસ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી કેવી રીતે બચી શકાય તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે જૂના લેપટોપમાં ઓવરહિટીંગની સમસ્યા વધુ જોવા મળે છે. જો તમારું લેપટોપ જૂનું છે તો તેનો પંખો રિપેર કરાવો. લેપટોપનો કૂલિંગ ફેન તેને વધુ પડતી ગરમીથી બચાવે છે. તેમાં ગંદકી જવાને કારણે તે બગડે છે અને ઠંડક ઘટાડે છે. આવી સ્થિતિમાં લેપટોપના કૂલિંગ ફેનને રિપેર કરાવવો જરૂરી છે.
એરફ્લોના રસ્તામાં ધૂળ જમા થવાના લેપટોપ વધુ ગરમ થાય છે. આવી સ્થિતિમાં, લેપટોપને દર બે-ત્રણ દિવસે સતત સાફ કરવું જરૂરી છે. સફાઈનો ફાયદો એ થશે કે લેપટોપમાં વધારાની ધૂળ જમા થશે નહીં અને તે વધારે ગરમ નહીં થાય.
એક વાત જાણવી પણ જરૂરી છે કે લેપટોપને ઓશીકું, ધાબળો કે રજાઇ પર મૂકીને તેને ક્યારેય ઓપરેટ કરશો નહીં. જો તમે આ વસ્તુઓ પર લેપટોપ ચલાવો છો તો લેપટોપમાં યોગ્ય હવાનું વેન્ટિલેશન નથી થઈ શકતું. લેપટોપ હંમેશા ફ્લેટ સરફેસ પર રાખીને કામ કરવું જોઇએ
આ સિવાય જો તમે લેપટોપ પર સતત કામ કરતા રહો છો તો તે ઘણું ગરમ થાય છે. આવી સ્થિતિમાં તમારા માટે લેપટોપને થોડો આરામ આપવો પણ જરૂરી છે.