Tech tips: AIની મદદથી ફોટો કઇ રીતે બનાવી શકાય છે તે જાણો, એકદમ ઇઝી છે આખી પ્રૉસેસ....
How to create AI images: AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા ચારેય બાજુ છે, આની મદદથી અનેક કામો થઈ રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે AI કઈ રીતે ઇમેજ ડેવલપ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઇક્રોસૉફ્ટે પોતાના બિન્ગ બ્રાઉઝરમાં OpenAI ના DALL-E ઇમેજ જનરેટરને ઇન્ટીગ્રેટ કર્યુ છે. આની મદદથી તમે AI ઇમેજ થોડીક જ સેકન્ડ્સોમાં તૈયાર કરી શકો છો, જાણો કઇ રીતે આ કરી શકો છો.
સૌથી પહેલા તમારે Microsoft Edge બ્રાઉઝર પર જઈને Bing ઈમેજ જનરેટર શોધવાનુ છે, જો તમે ઇચ્છો તો તમે આ કામ લેપટૉપની સાઇડબારમાં દેખાતા Bing Chat આઇકૉન પરથી પણ કરી શકો છો. સર્ચ કર્યા પછી તમારે bing.com/images/create વેબસાઇટ પર જવું પડશે.
જે લોકો પહેલીવાર વેબસાઈટની વિઝિટ કરી રહ્યાં છે તેઓએ સૌપ્રથમ પોતાનું Microsoft એકાઉન્ટ બનાવવું પડશે અથવા હાલના Microsoft એકાઉન્ટથી લૉગીન કરવું પડશે. લૉગીન કર્યા પછી આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે દેખાશે.
હવે સર્ચ બૉક્સમાં તમારી ક્વેરી દાખલ કરો જેમ કે - કૂતરો રસ્તા પર દોડે છે, કૂતરો શેરીમાં દોડે છે. પરિણામ થોડીક સેકન્ડોમાં તમારી સામે દેખાશે. આ રીતે તમે AIની મદદથી કોઈપણ ચિત્ર જનરેટ કરી શકો છો.
સારી વાત એ છે કે તમે માઈક્રોસૉફ્ટ ડિઝાઈનર ટૂલની મદદથી ઈમેજને તમારા પોતાના અનુસાર કસ્ટમાઈઝ પણ કરી શકો છો. ઉપરાંત છબી સરળતાથી ડાઉનલૉડ અને શેર કરી શકાય છે. ધ્યાન રહે, તમે કેટલીક કન્ટેન્ટને તમે ઇમેજ તરીકે ડેવલપ નહીં કરી શકો. ખાસ કરીને જે એક્સપ્લિસિટ હોય કે નિયમ વિરૂદ્ધ હોય.