ઇન્ટરનેટ વિના નેટફ્લિક્સ પર જોવા માંગો છો ફિલ્મો અને વેબ સીરિઝ? અપનાવો આ સરળ સ્ટેપ્સ
Netflix Web Series and Movies: નેટફ્લિક્સ દ્વારા આપણે ઘરે બેઠા સરળતાથી વિવિધ ભાષાઓમાં મૂવીઝ અને સીરિઝ જોઈ શકીએ છીએ. ચાલો જાણીએ કે આપણે ઈન્ટરનેટ વિના આ મૂવીઝ કેવી રીતે માણી શકીએ. તમને ફ્રી ટાઇમમાં મનોરંજન માટે Netflix જોવાનું ગમે છે, પરંતુ જો ઈન્ટરનેટ અધવચ્ચે બંધ થઈ જાય તો આપણો મૂડ બગડી જાય છે. આવી સ્થિતિમાં Netflix એ તમારા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે, જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના પણ સરળતાથી કોઈપણ મૂવી અને લેટેસ્ટ વેબ સિરીઝ જોઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે નેટફ્લિક્સ યુઝર છો તો આ સરળ સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમે કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી નેટફ્લિક્સનો આનંદ માણી શકો છો. નેટફ્લિક્સમાં તમારી પાસે ઑફલાઇન મોડનો વિકલ્પ પણ છે, જેમાં તમે ઇન્ટરનેટ વિના મૂવી, વેબ સિરીઝ, સિરિયલો જોઈ શકો છો.
આ માટે સૌથી પહેલા તમારે નેટફ્લિક્સ પર આ કન્ટેન્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. કોઈપણ મૂવી અથવા વેબ સીરિઝ ડાઉનલોડ કરવા માટે, તમારે એપ્લિકેશનમાં જવું પડશે અને ડાઉનલોડ પસંદ કરવું પડશે. તમે જે પણ મૂવી ડાઉનલોડ કરવા માંગો છો, તમારે તેની નીચે તીરના નિશાન પર ટેપ કરવું પડશે.
ટેપ કર્યા પછી તમે વિડિયો ક્વોલિટી પણ સિલેક્ટ કરી શકો છો કે તમે કઈ ક્વોલિટીમાં વીડિયો કે વેબ સિરીઝ જોવા માંગો છો. એકવાર ડાઉનલોડ પૂર્ણ થઈ જાય તમે તમારી ડાઉનલોડ કરેલી મૂવી અથવા વેબ સિરીઝ જોઈ શકો છો.
ફિલ્મ ડાઉનલોડ કરવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન સારું છે. તો જ તમે ડાઉનલોડ કરેલી મૂવીઝનો આનંદ માણી શકશો. નોંધનીય બાબત એ છે કે ડાઉનલોડ કરેલ સામગ્રી કાયમ માટે સાચવવામાં આવતી નથી.
સામાન્ય રીતે ડાઉનલોડ કરેલ સામગ્રી Netflix પર માત્ર 2 દિવસથી 30 દિવસ સુધી રહે છે. Netflix પછી સામગ્રી ડિલિટ કરે છે. જો તમે મેમ્બરશીપ કેન્સલ કરો છો તો ડાઉનલોડ કરેલી મૂવી અને સીરિઝ તમારા ડિવાઇસમાંથી ગાયબ થઇ જશે.
જો તમે તમારી મેમ્બરશીપ ફરીથી રિન્યૂ કરો છો તો તમે તેને ઑફલાઇન જોવા માટે તેને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર પડશે.