તમારા ફોનમાં છુપાયેલો હોય શકે છે કોરોના વાયરસ! જાણો મોબાઇલને સેનિટાઇટ કરવાની 3 બેસ્ટ રીતે....
નવી દિલ્હીઃ કોરોના વાયરસ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે, આવામાં દરેક વ્યક્તિએ સાવધાન થઇ જવાની જરૂર છે. ખાસ કરીને એવા લોકો જે ઘરેથી વારંવાર બહાર નીકળી રહ્યાં છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોએ વારંવાર હાથ સેનિટાઇઝ કરવા અને સાવધાની રાખવાની જરૂર છે. આ કડીમાં તમારા ફોનને પણ યોગ્ય રીતે સેનિટાઇઝ કરવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવારંવાર અને યોગ્ય રીતે ફોનને સેનિટાઇઝ ના કરવાથી ફોન પર સ્પૉટ આવી જાય છે, અને તેનાથી શૉર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ તમે કઇ રીતે તમારા ફોનને યોગ્ય રીતે સેનિટાઇઝ કરી શકો છો. જાણો તમારા ફોનને કોરોના વાયરસ રહિત બનાવવાની રીત....
વાઇપ્સનો કરો ઉપયોગ.... જો તમે ઘરની બહાર જતા હોય મોબાઇલને સાફ કરવાની સૌથી સારી રીત છે માર્કેટમાં મળનારા 70 ટકા આલ્કોહોલ વાળા મેડિકેટેડ વાઇપ્સ. આ વાઇપ્સમાં તમે આસાનીથી તમારો ફોન સાફ કરી શકો છે. વાઇપથી ફોનની કિનારીઓ અને પેનલ સારી રીતે સાફ થઇ શકે છે, અને બેક્ટેરિયા રહેતા નથી.
કૉટનનો ઉપયોગ કરો..... જો તમે સેનિટાઇઝરથી ફોનની સાફ કરવા ઇચ્છતા હોય તો સૌથી પહેલા ફોનને બંધ કરી દો. હવે રુના ટુકડો લો અને તેના પર થોડુ સેનિટાઇર નાંખો. હવે તમે ફોનની સ્ક્રીનને એક સીધી રેખામાં સાફ કરો. ધ્યાન રહે કૉટનમાં રબિંગ આલ્કોહોલની માત્રા ઓછી હોવા જોઇએ. આ રીતે સાફ કરવાથી ફોન સારી રીતે સાફ થઇ શકે છે.
એન્ટી બેક્ટેરિયલ પેપર.... મોબાઇલ સાફ કરવા માટેની એક સુરક્ષિત રીત બેક્ટેરિયલ ટિશ્યૂ પેપર પણ છે. તમે કોઇપણ મેડિકલ સ્ટૉર પરથી આ વાઇપ્સ ખરીદી શકો છો. આ પેપરથી તમે તમારા ફોનને સાફ કરી શકો છો. આ વાઇપ્સ ખુબ સુકાયેલા હોય છે, જેનાથી મોબાઇલને કોઇપણ રીતે નુકશાન નથી થાય.