છૂપાઇને તમારી વાતો તો સાંભળી રહ્યું નથી ને Google? આ ટ્રિકથી મિનિટોમાં જાણો
Google તેના યુઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે. કેટલાક ફીચર્સ જોવા મળે છે તો કેટલાક ફીચર્સ હિડન રહે છે. અનેક ફીચર્સ ડેટા અને પ્રાઇવેસી સાથે જોડાયેલા હોય છે જે તમારી વેબ એન્ડ એપ એક્ટિવિટીમાંથી ઓડિયો કલેક્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલનું કહેવું છે કે તેઓ આ માત્ર કમાન્ડ્સ સાંભળવા અને માર્કેટિંગ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે. પરંતુ આને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
ગૂગલ તેને ડેટા એન્ડ પ્રાઇવેસીની અંદર કંન્ટ્રોલ કરવા માટે ઓપ્શન આપે છે. આની મદદથી તમે વોઈસ અને ઓડિયો એક્ટિવિટી ઓન કે ઓફ કરી શકો છો.
સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોન અથવા ટેબલેટમાં સેટિંગ્સ એપ્લિકેશન ખોલો અને પછી Google પર જાવ.
આ પછી Manage your Google account પર ક્લિક કરો અને પછી Data & privacy પર જાવ.
આ પછી History settings અંદર Web & App Activity પર ટેપ કરો. આ પછી Include voice and audio activity બૉક્સને અનચેક કરો.