Camera Phones: ફોટોગ્રાફી રીલ્સ અને યુટ્યૂબ વીડિયો બનાવવા માટે આ પાંચ ફોન છે બેસ્ટ, બધામાં છે 200MPના કેમેરા
Camera Phones: આજકાલ માર્કેટમાં કેમેરા ફિચર્સ વાળા ફોનનું ખુબ જ વેચાણ થઇ રહ્યું છે. ભારતીય સ્માર્ટફોન યૂઝર્સ જુદીજુદી કંપનીઓના બેસ્ટ કેમેરા સેટઅપ વાળો ફોન ખરીદી રહ્યાં છે. જો તમે સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર અથવા યુટ્યુબર કે પછી સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ બનાવો છો, તો સારા ફોનનો અર્થ તમારા માટે ઘણુબધુ છે. ખાસ કરીને કેમેરો ખુબ જ મહત્વનો હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે તમને આ આર્ટિકલમાં કેટલાક બેસ્ટ કેમેરા સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ, આ બધામાં તમને 200MP પ્રાઇમરી કેમેરા મળશે. આને અર્થ એ કે તમે આ સ્માર્ટફોન્સ સાથે અદભૂત કન્ટેન્ટને શૂટ કરી શકો છો.
Realme 11 Pro Plus: - આ સ્માર્ટફોનને હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે, આમાં 200MP કેમેરા અવેલેબલ છે. જોકે આ પહેલો ફોન નથી જેમાં કંપનીએ 200MP કેમેરા સેટઅપ આપ્યો હોય. આ પહેલા પણ કેટલીય કંપનીઓ પોતાના મોબાઈલ ફોનમાં 200MP કેમેરા આપી ચૂકી છે. સ્માર્ટફોનમાં 6.67-ઇંચ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ માટે સપૉર્ટ છે. આની કિંમત 27,999 રૂપિયા છે.
Redmi Note 12 Pro Plus: - આ સ્માર્ટફોન આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આની કિંમત 29,999 થી શરૂ થાય છે. ફોનમાં 200MP અને MediaTek Dimensity 1080 ચિપસેટ માટે સપૉર્ટ છે.
Motorola Edge 30 Ultra: - આ સ્માર્ટફોન ગયા વર્ષે લૉન્ચ થયો હતો. આ પહેલો ફોન હતો જેમાં 200MP કેમેરા આપવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 200MP સેમસંગ HP1 સેન્સર, 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 12MP ટેલિફોટો કેમેરા છે. આની કિંમત 44,999 રૂપિયા છે.
Samsung Galaxy S23 Ultra: - સ્માર્ટફોનની કિંમત 1,24,999 રૂપિયાથી શરૂ થાય છે. ફોનમાં 200 MP કેમેરા અને 100x ઝૂમ સપૉર્ટ છે. આ એક પાવરફુલ એન્ડ્રૉઇડ ફોન છે. આ ફોનમાં કંપની 4 વર્ષ માટે OS અપડેટ્સ અને 5 વર્ષ માટે સિક્યૉરિટી અપડેટ્સ આપશે.