Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રાઇવસી પોલીસીથી કંટાળેલા લોકો વૉટ્સએપ છોડીને આ ત્રણ એપ્સને કરી રહ્યાં છે ધડાધડ ડાઉનલૉડ, જાણો વિગતે
નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીને લઇને દુનિયાભરમાં વિવાદ ચાલી રહ્યો છે. બધા લોકોનુ માનવુ છેકે કંપનીની નવી પૉલીસી તેમની પ્રાઇવસી વિરુદ્ધની છે. વૉટ્સએપ આને લઇને અનેકવાર સ્પષ્ટતા કરી ચૂક્યુ છે, પરંતુ હજુ પણ લોકો આને લઇને ચિંતિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉટ્સએપની આ પૉલીસી 15 મે, 2021થી સ્વીકાર નહીં કરે તો તેમનુ વૉટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે. આ વાતને લઇને લોકોમાં ડર પણ છે અને કંટાળી પણ ગયા છે. લોકો વૉટ્સએપનો ઓપ્શન શોધી રહ્યાં છે, આજે અમે તમને કેટલીક એવી એપ્સ બતાવી રહ્યાં છે, જેને લોકો વૉટ્સએપની અવેજી ગણી રહ્યાં છે.
Telegram- જ્યારથી વૉટ્સએપની નવી પૉલીસીની જાહેરાત થઇ છે, ત્યારથી દેશમાં ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ખુબ ઉછાળો આવ્યો છે. આ એક બેસ્ટ એપ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરોડો લોકોએ આ એપને ડાઉનલૉડ કરી નાંખી છે. આ એપમાં તમે વૉટ્સએપની જેમ તસવીર, વીડિયો, ડૉક્યૂમેન્ટ્સ મોકલી શકો છો. આમાં તમે મેસેજ મોકલતા મેસેજને એડિટ, મેસેજને શિડ્યૂલ તથા 1.5 GB સુધીની ફાઇલ શેર કરી શકો છો. આ ઉપરાંત આમાં કેટલાય શાનદાર ફિચર્સ છે, જે વૉટ્સએપને ટક્કર આપે છે.
Signal- ભારતમાં સિગ્નલ એપ વૉટ્સએપની બીજો સૌથો ઓપ્શન બનીને ઉભર્યો છે. કોરડો લોકોએ આ એપનો યૂઝ શરૂ કરી દીધો છે. આમાં તમે વૉટ્સએપની જેમ ટેક્સ્ટ, તસવીરો, વીડિયો અને ડૉક્યૂમેન્ટ શેર કરી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ એપને લાખો લોકોએ પસંદ કરી છે. સતત આના યૂઝર્સની સંખ્યા વધી રહી છે.
Share Chat- શેર ચેટ એપ પણ વૉટ્સએપનો બેસ્ટ ઓપ્શન બનીને સામે આવ્યો છે. આ એપમાં વૉટ્સએપના જેવા કેટલાય બેસ્ટ ફિચર્સ છે. આ એપને દેશમાં કરોડો યૂઝર્સ છે. સતત આની લોકપ્રિયતા વધી રહી છે, અને આગામી દિવસોમાં આ વધુ ને વધુ પૉપ્યુલર બની શકે છે.