શું Instagram માં 100 ફોલોઅર્સ હોવા પર મળે છે બ્લૂ ટિક ? જાણો સમગ્ર પ્રક્રિયા?
Instagram Blue Tick: ગૂગલે યર ઇન સર્ચ 2023ની યાદી બહાર પાડી છે જેમાં કંપનીએ જણાવ્યું છે કે આ વર્ષે લોકોએ ગૂગલ પર અલગ-અલગ વિષયો પર શું સર્ચ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે તમને આ લેખમાં જણાવીશું કે તમે Instagram પર બ્લુ ટિક કેવી રીતે મેળવી શકો છો. આ માટે તમારે શું કરવું પડશે અને તમારા એકાઉન્ટ પર કેટલા ફોલોઅર્સ હોવા જોઈએ?
હવે ઈન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક મેળવવા માટે પહેલા જેવી કોઈ પ્રક્રિયા નથી. એટલે કે હવે લોકપ્રિયતા અનુસાર બ્લુ ટિક મેળવવાની સિસ્ટમ સમાપ્ત થઈ ગઈ છે. તમે પૈસા ચૂકવીને બ્લુ ટિક મેળવી શકો છો. આમાં ફોલોઅર્સ સંબંધિત કોઈ શરત નથી. એટલે કે તમારા 50,100 અને 200 ફોલોઅર્સ હોય તો પણ તમે બ્લુ ટિક મેળવી શકો છો.
Instagram પર બ્લુ ટિક મેળવવા માટે તમારે તમારી પ્રોફાઇલ પર જવું પડશે અને નીચે જમણી બાજુએ 3 લાઇન પર ક્લિક કરવું પડશે અને Meta Verified પર જવું પડશે. અહીં તમારે 699 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે અને તમારું સરકારી આઈડી કાર્ડ રજૂ કરવું પડશે. ચુકવણી અને સેટઅપ પૂર્ણ કર્યા પછી તમારા એકાઉન્ટ પર બ્લૂ ટિક દેખાશે.જ્યાં સુધી તમે પેમેન્ટ કરતા રહેશો ત્યાં સુધી તમારા એકાઉન્ટ પર બ્લુ ટિક રહેશે. જો તમે પેમેન્ટ નહીં કરો તો તમારી પ્રોફાઇલમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. મેટા વેરિફાઈડ પર સબ્સ્ક્રાઇબ કરીને તમને ફાસ્ચ કસ્ટમર સપોર્ટ અને વિશિષ્ટ સુવિધાઓ મળશે.
ઇન્સ્ટાગ્રામની જેમ હવે તમે પૈસા ચૂકવીને ટ્વિટર પર બ્લુ ટિક મેળવી શકો છો. અહીં પણ એલમ મસ્કે લિગેસી ચેકમાર્ક સિસ્ટમ નાબૂદ કરી છે.