iPhone 15ની લેટેસ્ટ જાણકારી, કંપની નવા મૉડલમાં આપી શકે છે USB ટાઇપ-સી પૉર્ટ સાથે આ ફિચર્સ......
iPhone 15 Leaks Report: દુનિયાની નંબર વન ટેક કંપની એપલ હવે પોતાના નવા આઇફોન 15ના લૉન્ચિંગ માટે તૈયાર છે. Appleના અપકમિંગ iPhone 15 અને 15 Proને લઇને ડિટેલ્સ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, કંપની iPhone 15 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. જાણો આ આઇફોન 15માં શું શું મળી શકે છે ખાસ....
Download ABP Live App and Watch All Latest Videos
View In App9to5Macના નવા રિપોર્ટ અનુસાર, Appleનો iPhone 15 અને 15 Pro USB Type-C પૉર્ટ સાથે આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, Apple હજુ પણ પોતાની ચાર્જિંગ સિસ્ટમ પર થોડું નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપની કદાચ આવું એટલા માટે કરી રહી છે કે તમે અન્ય કોઈ ચાર્જરથી આઈફોન ચાર્જ ના કરી શકો.
જો iPhone 15 સીરીઝમાં USB Type-C કેબલ ઉપલબ્ધ છે, તો અપકમિંગ iPhone માટે ચાર્જિંગ સ્પીડ વધી શકે છે. હાલમાં, iPhone 14 અને 14 Pro અનુક્રમે 20W અને 27W સુધીની ચાર્જિંગ સ્પીડથી સપૉર્ટ કરે છે.
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે Apple પોતાના Type-C પૉર્ટ સાથે નવી એક્સેસરીઝ લાવી શકે છે. મિંગ-ચી કુઓએ દાવો કર્યો હતો કે અન્ય એસેસરીઝ જેમ કે એરપૉડ્સ ચાર્જિંગ કેસ, મેગસેફ બેટરી પેક અને મેજિક કીબૉર્ડ/ટ્રેકપેડ/માઉસ ત્રણેય પણ ફ્યૂચરિસ્ટિક USB-C પર સ્વિચ કરશે.
MacRumorsના એક રિપોર્ટ અનુસાર, iPhone 15 અને 15 Plus 48 MP કેમેરા સેન્સર સાથે આવશે. આના કારણે ફોટો અને વીડિયો ક્વૉલિટીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
રસપ્રદ વાત એ છે કે, TrendForce અનુસાર, 2023 iPhone સીરીઝના ફોન ભારતમાં બની શકે છે. એક રિપૉર્ટ અનુસાર, આના ટાટા ગ્રુપ દ્વારા એસેમ્બલ કરી શકાય છે.