iPhone 15: તમારી પાસે હશે આ એન્ડ્રોઇડ ફોન તો સસ્તામાં મળી જશે iPhone 15 સીરીઝ, વાંચો સ્ટૉરી
iPhone 15 Pre-book: ટેક દિગ્ગજ એપલે તાજેતરમાં જ પોતાની નવી આઇફોન સીરીઝને માર્કેટમાં લૉન્ચ કરી છે, આ આઇફોન સીરીઝમાં કંપનીએ કેટલાય નવા અપડેટ્સ આપ્યા છે, જો તમે આ આઇફોન 15 સીરીઝને ખરીદવા માંગો છો, તો તમારા માટે આ સ્ટૉરી કામની છે. Appleની લેટેસ્ટ iPhone 15 સીરીઝ માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા એપલની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ લેટેસ્ટ સીરીઝને બુક કરી શકો છો. પરંતુ આ સાથે જાણી લો કે જો તમારી પાસે અહીં બતાવેલા એન્ડ્રોઇડ ફોન હશે તો તમને iPhone 15 સીરીઝ સસ્તામાં મળી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppApple નવી સીરીઝ પર ગ્રાહકોને કેટલીક ઓફર્સ આપી રહી છે. આ અંતર્ગત તમે નવી સીરીઝને સસ્તામાં ખરીદી શકો છો. જો તમારી પાસે iPhone અને Android ડિવાઇસી છે, તો તમે બંને પર ટ્રેડ-ઇન ઑફર (એક્સચેન્જ ઑફર)નો લાભ લઈ શકો છો. અહીં અમે તમને એવા 10 એન્ડ્રોઈડ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર તમે Apple India સ્ટૉર અને વેબસાઈટ પર iPhone 15 સીરીઝ ખરીદતી વખતે સૌથી વધુ એક્સચેન્જ પ્રાઇસ મેળવી શકો છો.
જો તમે iPhone 15 સીરીઝ ખરીદો ત્યારે Galaxy S22 Ultra 5G નું એક્સચેન્જ કરશો તો તમને 37,000 રૂપિયા સુધીનું ટ્રેડ-ઇન મૂલ્ય મળી શકે છે.
Apple Samsung Galaxy Z Fold 4 5G પર 41,500 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ ઓફર કરી રહી છે. આ એન્ડ્રોઇડ ફોન પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
જો તમારી પાસે ગૂગલનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 7 Pro છે, તો તમે 26,000 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ મેળવી શકો છો.
OnePlus 11 યૂઝર્સ નવી iPhone 15 સીરીઝમાં અપગ્રેડ કરવા પર 25,000 રૂપિયા સુધીનું ટ્રેડ-ઇન મૂલ્ય મેળવી શકે છે.
જો તમારી પાસે આ એન્ડ્રોઇડ ફોન છે તો તમને iPhone 15 સીરીઝમાં સસ્તામાં મળશે. Apple OnePlus 10 Pro સ્માર્ટફોન માટે 25,500 રૂપિયા સુધીનું ટ્રેડ-ઇન મૂલ્ય આપી રહ્યું છે.
Vivo X80 Pro યૂઝર્સ નવી iPhone 15 સીરીઝ પર ટ્રેડ-ઇન વેલ્યૂ તરીકે 26,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
Apple Samsung Galaxy S22+ માટે 27,300 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ ઓફર કરી રહ્યું છે.
Samsung Galaxy S21 Ultra આપીને, તમે નવા iPhoneની ખરીદી પર 25,500 રૂપિયા સુધીનું ટ્રેડ-ઇન મૂલ્ય મેળવી શકો છો.
iQoo 11 યૂઝર્સ નવી iPhone 15 સીરીઝ અપગ્રેડ કરવા પર 22,000 રૂપિયા સુધીનું ટ્રેડ-ઇન મૂલ્ય મેળવી શકે છે.
Apple નવી iPhone 15 સીરીઝ ખરીદતી વખતે Samsung Galaxy Z Fold 3 પર 23,000 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ ઓફર કરી રહી છે.