iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો....
iPhone 15: ટેક દિગ્ગજ એપલ પોતાની લેટેસ્ટ અને હાઇટેક આઇફોન સીરીઝ લૉન્ચ કરી ચૂકી છે, એપલે આઇફોન 15 સીરીઝને લૉન્ચ કરી છે, અને હવે તેનું વેચાણ પણ શરૂ થઇ ગયુ છે. દર વર્ષની જેમ આ વખતે પણ એપલે સેલ્સમાં નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઇફોન 15 સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઇન-ઇન્ડિયા આઇફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ 100 ટકા સેલિંગ જોવા મળ્યુ છે. આ સેલિંગ iPhone 14 ની સરખામણીએ પ્રથમ દિવસે વેચાણમાં 100% વધારે હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppETના રિપોર્ટ અનુસાર, iPhone 14ની સરખામણીમાં iPhone 15ના પ્રથમ દિવસે વેચાણમાં 100%નો વધારો જોવા મળ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કંપની વેચાણના પહેલા જ દિવસે મેડ-ઇન-ઇન્ડિયા આઇફોનનું વેચાણ કરી રહી છે.
આ વખતે ભારતમાં iPhone 15 અને iPhone 15 Plusનું મેન્યૂફેક્ચરિંગ થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ઑફલાઇન સ્ટૉર્સ પર આ બંને મૉડલની ડિમાન્ડ વધુ છે જ્યારે લોકો પ્રૉ-મૉડલનું વધુ ઑનલાઈન બુકિંગ કરી રહ્યાં છે.
iPhone 15 અને iPhone 15 Plusનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમે તેમને 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ કેપેસિટી સાથે પિન્ક, યલો, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં ખરીદી શકો છો, જેની શરૂઆતી કિંમત અનુક્રમે 79,900 અને 89,900 રૂપિયા છે.
વળી, કંપનીએ બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, બ્લૂ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ ફિનિશમાં iPhone 15 Pro અને 15 Pro Max લૉન્ચ કર્યા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટૉરેજ કેપેસિટીમાં અવેલેબલ છે.
વળી, કંપનીએ બ્લેક ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ, બ્લૂ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ ફિનિશમાં iPhone 15 Pro અને 15 Pro Max લૉન્ચ કર્યા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે અને તે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટૉરેજ કેપેસિટીમાં અવેલેબલ છે.