Photos: ભારતનો પહેલો Snapdragon 8 Gen 3 પ્રૉસેસર વાળો ફોન આ દિવસે થશે લૉન્ચ, જાણી લો ફિચર્સ...........
Photos, Iqoo 12, Snapdragon 8 Gen 3: સ્માર્ટફોનની દુનિયામાં વધુ એક ખાસ ફોનની એન્ટ્રી આગામી દિવસોમાં થવા જઇ રહી છે. IQ ભારતમાં 12 ડિસેમ્બરે IQOO 12 સ્માર્ટફોન લૉન્ચ કરશે. આ સ્માર્ટફોન Qualcomm ના લેટેસ્ટ જનરેશન ચિપસેટ સાથે લૉન્ચ થશે. જાણો શું છે ફિચર્સ અને કિંમત કેટલી હોઈ શકે છે આ ખાસ ફોનની....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIQએ ચીનમાં iQOO 12 અને iQOO 12 Pro સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. કંપની ભારતમાં તેનું બેઝ મૉડલ જ લૉન્ચ કરશે. તમે એમેઝૉન દ્વારા સ્માર્ટફોન ખરીદી શકશો.
IQOO 12માં ત્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 50MP મુખ્ય કેમેરા, 50MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 64MP પેરિસ્કૉપ લેન્સ હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે કંપની ફ્રન્ટ પર 16MP કેમેરા આપી શકે છે.
ચીનમાં iQOO 12ને 3,999 ચાઈનીઝ યૂઆન (અંદાજે રૂ. 45,700)ની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વેરિઅન્ટ માટે છે. એ જ રીતે iQOO 12 Proના બેઝ વેરિઅન્ટની કિંમત 4,999 ચીની યુઆન (અંદાજે 57,150 રૂપિયા) છે. ભારતમાં ફોનની કિંમત ચીનના બજાર કરતા થોડી વધારે હોવાની ધારણા છે. આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરાયેલ iQOO 11, ભારતીય માર્કેટમાં 59,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં નવા મોડલની કિંમત 65,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
સ્માર્ટફોનમાં 1.5k રિઝૉલ્યૂશન સાથે 6.78 ઇંચ પંચ હોલ OLED ડિસ્પ્લે હશે જે 144hz ના રિફ્રેશ રેટ અને 3000 nits ની ટોચની બ્રાઇટનેસ સાથે આવશે. સ્માર્ટફોનની સુરક્ષા માટે તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.
iQOO 12 Android 14 પર કામ કરશે અને તમને 5000 mAh બેટરી મળશે જે 120 વોટ ચાર્જિંગને સપોર્ટ કરશે.