Jio, Airtel અને Vi નું નામ પણ નથી, 5G રેસમાં આ દેશની કંપની સમગ્ર વિશ્વ પર કરે છે રાજ

Jio, Airtel અને Vi નું નામ પણ નથી, 5G રેસમાં આ દેશની કંપની સમગ્ર વિશ્વ પર કરે છે રાજ

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
5G ગ્લોબલ એવોર્ડ્સ 2025 ની જાહેરાત કરવામાં આવી છે અને ભારતીય યૂઝર્સ આ પરિણામો જોઈ આશ્ચર્યચકિત છે. OpenSignal ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ટેલિકોમ ઓપરેટરો રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાને સ્થાન નથી મળ્યું. જ્યારે વિશ્વભરના અન્ય દેશોની કંપનીઓ 5G સેવાઓમાં સારું પ્રદર્શન કરી રહી છે.
2/7
આ રિપોર્ટમાં બ્રાઝિલની Vivo અને દક્ષિણ કોરિયાની કેટીને 5G ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ બતાવવામાં આવ્યું છે. મોટા ક્ષેત્રના દેશોમાં વીવોએ સરેરાશ 362.1 Mbps સ્પિડ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે બ્રાઝિલની ક્લારો અને ટીઆઈએમ ટોચની યાદીમાં સ્થાન મેળવ્યું છે. નાના ક્ષેત્રના દેશોમાં દક્ષિણ કોરિયાની કેટીએ 470.7 Mbps ની સરેરાશ સ્પિડ સાથે બાજી મારી છે.
3/7
દર વર્ષે, OpenSignal આ પુરસ્કારો દ્વારા વિશ્વની મોબાઇલ નેટવર્ક કંપનીઓને ઓળખે છે જે સૌથી ઝડપી, સૌથી વિશ્વસનીય અને સૌથી કાર્યક્ષમ 5G સેવાઓ પ્રદાન કરે છે. 2025 માટે કંપનીએ જાન્યુઆરીથી જૂન દરમિયાન વપરાશકર્તાઓના ફોનમાંથી અબજો ડેટા એકત્રિત કર્યો હતો અને તે ડેટાના આધારે વિજેતાઓની જાહેરાત કરી હતી.
4/7
રિપોર્ટમાં પોલેન્ડ અને નેધરલેન્ડ્સને 5G સ્પીડમાં સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા દેશો તરીકે પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. પોલેન્ડમાં, T-Mobile, Orange, અને Play એ ગયા વર્ષની સરખામણીમાં 140.7 Mbps ના વધારા સાથે 5G ગ્લોબલ રાઇઝિંગ સ્ટાર ટાઇટલ જીત્યું. નેધરલેન્ડ્સમાં, Odido એ 151.1 Mbps ના વધારા સાથે નાના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
5/7
5G કવરેજની દ્રષ્ટિએ પણ રસપ્રદ પરિણામો જાહેર થયા. અમેરિકાની ટી-મોબાઈલ 8.1 ના સ્કોર સાથે મોટા વિસ્તારોમાં પ્રથમ ક્રમે રહી, જે યુએસમાં સૌથી વધુ કવરેજ પ્રદાન કરે છે. સિંગાપોરની સિંગટેલ નાના વિસ્તારોમાં 9.1 ના સ્કોર સાથે આગળ છે. સિંગાપોરની એમ1, સિમ્બા અને સ્ટારહબ જેવી કંપનીઓએ પણ યાદીમાં સામેલ રહી છે.
Continues below advertisement
6/7
ગેમિંગ અને વિડિઓ અનુભવની દ્રષ્ટિએ જાપાનની ઓઉ અને સિંગાપોરની સિંગટેલ ટોચના સ્થાનો પર રહી. ઓઉ એ 91.9 ના સ્કોર સાથે મોટા ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે સિંગટેલે 92.9 ના સ્કોર સાથે નાના ક્ષેત્રમાં બાજી મારી.
7/7
આ વર્ષના પુરસ્કારોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતની મોટી કંપનીઓ હજુ પણ 5G સેવાઓની દોડમાં ઘણી પાછળ છે, જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ઘણા યુરોપિયન દેશો આ ટેકનોલોજીમાં વિશ્વમાં આગળ છે. (તમામ તસવીરો -ABP LIVE)
Sponsored Links by Taboola