Jio, Airtel અને VI માંથી કોણ આપી રહ્યું છે 150 રૂપિયામાં બેસ્ટ પ્લાન, જાણો તમામની ઓફર્સ વિશે.....
નવી દિલ્હીઃ કોરોના મહામારીને રોકવા માટે દેશમાં કેટલીય જગ્યાએ લૉકડાઉન અનેક પ્રકારની પાબંદીઓ લાગેલી છે. આવામાં લોકો ઘરમાં રહી રહ્યાં છે, અને મોટા પ્રમાણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. કેટલાય લોકો ઘરેથી વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, અને ડેટાનો વપરાશ વધુ કરી રહ્યાં છે. જો તમે આવામાં સસ્તો અને બેસ્ટ ડેટા પ્લાન શોધી રહ્યાં છો તો અમને તમને અહીં તેના વિશે બતાવી રહ્યાં છીએ. દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોન યૂઝર્સ માટે સૌથી સસ્તા અને ફાયદાકારક પ્લાન લઇને આવી છે, જે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ......
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJioનો પ્લાન..... રિલાયન્સ જિઓના 149 રૂપિયા વાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. આ ઉપરાંત આમાં અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા મળે છે. એટલુ જ નહીં આ પેકમાં તમને દરરોજ 100 એસએમએસની સાથે જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે, જિઓના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.
Airtelનો પ્લાન..... જો તમે એરટેલના પ્લાનની વાત કરી રહ્યાં છો તો આમાં બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. જો તમે આ પ્લાન લો છો તો આમાં તમને 300 એસએમએસ ફ્રી મળશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે મળશે.
Viનો પ્લાન..... 149 રૂપિયામાં વૉડાફોન પોતાના યૂઝર્સને બે જીબી ડેટા આપી રહ્યું છે. સાથે કંપની એક જીબી ડેટા એક્સ્ટ્રા આપી રહી છે. આવામાં યૂઝર્સને કુલ ત્રણ જીબી ડેટા મળી રહ્યો છે. કંપની આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમને 300 એસએમએસની સાથે સાથે Vi Movies ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યો છે. આની વેલિડિટી 28 દિવસ સુધીની છે.