Jio યૂઝર્સ માટે ખુશખબરી, કંપનીએ લોન્ચ કર્યા 2 પ્રીપેડ પ્લાન, એક રિચાર્જ અને 84 દિવસ સુધી ટેન્શન ખતમ
રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ ગ્રાહકો માટે 2 નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં તમને કોલિંગ, SMS અને ડેટાનો લાભ મળે છે. આ સિવાય કંપની કેટલીક OTT એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJioએ રૂ. 739 અને રૂ. 789ના બે પ્લાન લોન્ચ કર્યા છે. 739 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા, 100 SMS, અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત કંપની ગ્રાહકોને JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloudની ઍક્સેસ પણ આપે છે.
789 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ પેકની વેલિડિટી પણ 84 દિવસની છે. આ સાથે, કંપની JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloud પર સબ્સ્ક્રિપ્શન પણ ઑફર કરે છે.
અગાઉ કંપનીએ તેના પોર્ટફોલિયોમાં કેટલાક વધુ પ્લાન ઉમેર્યા હતા. 269 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 1.5GB ડેટાનો લાભ મળે છે. 529 રૂપિયા 56 દિવસ માટે 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 589 રૂપિયા 56 દિવસ માટે દરરોજ 2GB ડેટા ઓફર કરે છે.
Jioની જેમ, એરટેલ પણ 84 અને 90 દિવસ માટે 4 પ્લાન ઓફર કરે છે. જેની કિંમત રૂ. 999, 839, 779 અને 719 છે. 779 રૂપિયાનો પ્લાન 90 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા, 100 SMS અને અમર્યાદિત કૉલિંગ લાભ આપે છે.
આ જ રીતે 84 દિવસ માટે 1.5GB પ્રતિ દિવસ 719 રૂપિયામાં 2GB પ્રતિ દિવસ 839 રૂપિયામાં અને 2.5GB પ્રતિ દિવસ 999 રૂપિયામાં ઉપલબ્ધ છે.