વર્ક ફ્રૉમ હૉમ માટે ખરીદવુ છે સારુ Laptop? રાખો આ પાંચ વાતોનુ ધ્યાન મળશે બેસ્ટ પ્રૉડક્ટ
નવી દિલ્હીઃ દેશમાં આજકાલ કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. એક વાર ફરીથી હાલત ખરાબ થઇ રહી છે. મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્કફ્રૉમ હૉમ કરવાની ફરજ પાડી રહી છે. દેશમાં હાલના સમયમાં લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. આવામાં લેપટૉપની ડિમાન્ડ ખુબ વધી ગઇ છે, જો તમે એક સારુ લેપટૉપ ખરીદવા ઇચ્છતા હોય તો અહીં અમે તમને કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવાનુ કહી રહ્યાં છે, જે ખુબ જરૂરી છે. આ રીતે ખરીદો બેસ્ટ લેપટૉપ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજેટ નક્કી કરી લો.... જો તમે લેપટૉપ ખરીદવા જઇ રહ્યો છો ,તો સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરી લેવુ જોઇએ. ખાસ કરીને માર્કેટમાં 20-25 હજાર રૂપિયાની રેન્જમાં કેટલાય સારા ફિચર્સ વાળા લેપટૉપ અવેલેબલ છે. તમે ઇન્ટરનેટ પર બજેટ લેપટૉપ જોઇ શકો છો, જેથી તમને રેન્જ ખબર પડી શકે.
સ્ક્રીન સાઇઝ.... જો તમે લેપટૉપનો ઉપયોગ પ્રૉફેશનલ કામ કામે કરી રહ્યાં છો, તો નક્કી છે કે મીડિયમ સાઇઝનુ લેપટૉપ ખરીદવાનુ પસંદ કરશો, જાણકારોનુ માનીએ તો 14 ઇંચ વાળી સ્ક્રીનનુ લેપટૉપ આજકાલ ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમે તમારા કામ પ્રમાણે સાઇઝ પસંદ કરી શકો છે.
પ્રૉસેસર અને રેમ.... પ્રૉસેસર લેપટૉપનો ખાસ ભાગ છે. જો તમે લેપટૉપ ખરીદી રહ્યાં છો, તો લેટેસ્ટ પ્રૉસેસર વાળી પ્રૉડક્ટ પસંદ કરો. કોઇપણ લેપટૉપની સ્પીડ તેના પ્રૉસેસર પર નિર્ભર કરે છે. તમારા લેપટૉપની રેમ જો વધુ હશે તો પરફોર્મન્સ બેસ્ટ રહેશે. આવામાં પ્રૉસેસર અને રેમ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. માર્કેટમાં અત્યારે તમારા બજેટમાં 4GB રેમ વાળા લેપટૉપ મળી રહ્યાં છે.
સ્ટૉરેજ અને બેટરી.... લેપટૉપનુ સ્ટૉરેજ જેટલુ વધારે હશે તેમાં એટલો ડેટા વધારે સેવ કરી શકાશે. જો તમે પ્રૉફેશનલ યૂઝ માટે લેપટૉપ ખરીદો છો તો બને તેટલુ વધુ સ્ટૉરેજ પ્રીફર કરી શકો છો.
આજકાલ માર્કેટમાં મળતા લેપટૉપ 3-4 કલાકનો બેટરી બેકઅપ આપી રહ્યાં છે. લેપટૉપનો બેટરી બેકઅપ જેટલો સારો હશે તમે તેટલી વધારે યૂઝ કરી શકશો.