ટવિટરનો બીજો વિકલ્પ છે KOO APP, યુઝર્સ કઇ રીતે કરી શકશે ઉપયોગ? આ રીતે કરો ડાઉનલોડ
ડાઉનલોડ કેવી રીતે કરશો?KOO APP ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉન લોડ માટે ઉપલબ્ધ છે એટલે કે યુઝર્સ તેને આઇફોન અને એન્ડ્રોઇડ ફોન બંનેમાં ડાઉનલોડ કરી શકે છે.અત્યાર સુધીમાં આ એપને 1 મિલિયનથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપ દ્રારા શું કામ થઇ શકશે? KOO AAP પ્લેટફોર્મ પર યુઝર્સ ફોટો, વીડિયો, ફોટો, શેર કરી શકે છે. ટવિટરની જેમ KOO AAP માં પણ યુઝર્સ એકબીજા સાથે DMsના માધ્યમથી ચેટ કરી શકે છે. આ સાથે આ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ પર યુઝર્સ પોલ્સ પણ કન્ડક્ટ કરી શકે છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, આ એપમમાં અનેક પ્રાદેશિક ભાષા પણ સપોર્ટ કરે છે. કૂ એપમાં તેલુગુ, બંગાળી, કન્નડ, તમિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી,પંજાબી, ઉડ્ડિયા, અને આસામીનો સપોર્ટ પણ મોજૂદ છે.
ભારતે ચાઇના એપ TickTOk, PUB G, SHEIN પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે ભારતીય એપ ડેવલપર્સને ન્યુ એપ લોન્ચ કરવાનો સારો અવસર મળ્યો છે. KOO APP પણ આત્મનિર્ભર ભારતનું જ એક ઉદાહરણ છે.આ એપ અપ્રમેય રાધાકૃષ્ણ અને તેની ટીમે બનાવી છે. જેને ટિવટરના વિકલ્પ તરીકે જોઇ શકાય છે.
શું છે Koo? આ એપને ટવિટરના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. આ ઇન્ડિયન માઇક્રો બ્લોગિંગ વેબસાઇટને અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંકની ટીમે 2020માં ડેવલપ કરી છે. ટવિટરની જે કૂ એપ પણ એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે. જ્યાં આપ જુદા જુદા મુદ્દા પર પોતાના મંતવ્ય રજૂ કરી શકો છો. આ ટીમે ઓગસ્ટ 2020માં ભારત સરકાર દ્રારા આયોજિત આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જને પણ જીતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -