15000ની રેન્જમાં ખરીદવો છે સ્માર્ટફોન? આ રહ્યાં તમારી પસંદના રહ્યાં બેસ્ટ ઓપ્શન, જુઓ લિસ્ટ...
નવી દિલ્હીઃ સેમસંગથી લઇને ઓપ્પો સુધી આ વર્ષે કેટલીય કંપનીઓએ પોતાના દમદાર ફોનને લૉન્ચ કર્યા છે. આમાં 15000 રૂપિયાની કિંમતના શાનદાર ફોન પણ ઉપલબ્ધ છે. જો તમે એક સારો લેટેસ્ટ સ્માર્ટફોન સસ્તી કિંમતે ખરીદવા ઇચ્છતા હોય તો અમે તમને બતાવી રહ્યાં છીએ બેસ્ટ ઓપ્શન્સ...... જાણો 15000 રૂપિયાની કિંમત સુધીમાં મળતા બેસ્ટ સ્માર્ટફોન્સ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi Note 10 - Redmi Note 10માં 6.43 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે, આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાવર માટે આમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 11,999 રૂપિયા છે.
Samsung Galaxy F12 - આમાં 6.5 ઇંચની એચડી પ્લસ ઇન્ફિનિટી વી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન Exynos 850 પ્રૉસેસર વાળો છે. આમાં 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિેંમત 10,999 રૂપિયા છે. જ્યારે આના 4GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 11,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Oppo A15s - આમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોન 10 ઓએસ પર બેઝ્ડ છે, જે MediTek Helio P35 પ્રૉસેસર પર કામ કરે છે. સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 4,230mAhની બેટરી મળશે. આમાં સ્ક્વેર શેપમાં એઆઇ ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે, અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનની કિંમત 12,490 રૂપિયા છે.
POCO M3 - ફોનમાં 6.53 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રૉસેસર મળશે. ફોનને દમદાર બનાવવા માટે આમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48 MPનો પ્રાઇમરી કેમેરો, 2 MPનો ડેપ્થ અને 2 MPનો મેક્રો લેન્સ છે. આ ઉપરાંત 8 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આના 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે.
Realme V15 5G - ફોનમાં 6.4-ઇંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં MediaTek Dimensity 800Uનુ પ્રૉસેસર છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 64MPનો પ્રાઇમરી કેમેરો, 8MP નો વાઇડ એન્ગલ, 2MP મેક્રો કેમેરો અને સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4,310mAhની બેટરી પણ છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ Realme UI પર કામ કરે છે. આ ફોન ભારતમાં બહુ જલ્દી લૉન્ચ થવાનો છે, ફોનની કિંમત 15000ની આસપાસ હોઇ શકે છે.