Latest Tech News: ભારતમાં મળનારા 5 સૌથી મોંઘા 5G ફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ
Latest Tech News: ભારતીયોમાં અત્યારે 5G સ્માર્ટફોનનો ક્રેઝ ખુબ વધ્યો છે, સ્માર્ટફોન યૂઝર્સ હવે ઝડપથી 4G થી 5G માં સ્વિચ કરી રહ્યા છે. માર્કેટમાં 10 હજારથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીના 5G ફોન ઉપલબ્ધ છે. જો તમે આવા મોંઘા 5G સ્માર્ટફોન વિશે જાણવા માંગો છો, તો અહીં અમને તમને તેના વિશે બતાવી રહ્યાં છીએ. જુઓ લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSamsung Galaxy Z Fold 4: - સેમસંગના આ ફૉલ્ડેબલ ફોનની કિંમત 1,64,999 રૂપિયા છે. આમાં તમને 12GB રેમ અને 1TB સુધી સ્ટૉરેજ સ્પેસ મળે છે. સ્માર્ટફોનમાં 7.6-ઇંચની મેઇન સ્ક્રીન અને 6.2-ઇંચ કવર ડિસ્પ્લે છે. ફોનમાં 4400 mAh બેટરી છે અને Android 12 માટે સપોર્ટ છે.
iPhone 14 Pro Max: - આ એપલના લેટેસ્ટ મૉડલનું ટોપ વેરિઅન્ટ છે. તેની કિંમત 1,49,900 રૂપિયા છે. ફોનમાં ડાયનેમિક આઇલેન્ડ ફિચર, 6.7 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે અને 48MP પ્રાઈમરી કેમેરા છે.
Galaxy S23 Ultra: - સેમસંગે તેને આ વર્ષે લૉન્ચ કર્યું છે. ફોનની કિંમત 1,54,999 રૂપિયા સુધી જાય છે. તેમાં 12GB રેમ અને 1TB સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ ઓપ્શન પણ છે. સ્માર્ટફોનમાં 200MP મેઇન કેમેરા, 5000 mAh બેટરી અને 6.8 ઇંચની ડિસ્પ્લે છે.
Techno Phantom V Fold 5G: - આ ફોનની કિંમત 88,888 રૂપિયા છે. આ ભારતમાં બનેલો સૌથી સસ્તો ફૉલ્ડેબલ ફોન છે. તેમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. સ્માર્ટફોનમાં LTPO ડિસ્પ્લે, Mediatek Dimensity 9000+ ચિપસેટ, 50MP પ્રાથમિક કેમેરા અને 5000 mAh બેટરી છે.
Xiaomi 13 Pro: - સ્માર્ટફોનની કિંમત 79,999 રૂપિયા છે અને ફોનમાં 6.73 ઇંચની AMOLED ડિસ્પ્લે, 50MP પ્રાથમિક કેમેરા, 4820 mAh બેટરી અને Snapdragon 8th Generation 2 SOCનો સપોર્ટ છે.